રાજસ્થાન ના આ આલીશાન-બેનમૂન કિલ્લા માં યોજાશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની પુત્રી ના લગ્ન, જુઓ ખાસ તસવીરો.
આ દિવસોમાં લગ્નનો ગાળો ખૂબ જોરશોર થી ચાલી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને બોલીવુડના એક્ટરો પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. બે દિવસથી સિદ્ધાર્થને કિયારા ના લગ્નની તૈયારીઓ રાજસ્થાનમાં ચાલી રહી હતી અને બંને એ ગઈકાલે લગ્નના ફેરા પણ લઈ લીધા છે. એવામાં રાજસ્થાનમાં ફરી એક હાઈ પ્રોફાઈલ વેડિંગ યોજાવવા જઈ રહ્યા છે.
જેમાં નાગોર જિલ્લાના ખિંવસર કિલ્લામાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની પુત્રી શેનેલ ના લગ્ન યોજવા જઈ રહ્યા છે. 9 ફેબ્રુઆરીના રોજ સ્મૃતિ ઝૂબીન ઈરાનની પુત્રી શેનેલ અને કેનેડિયન મૂળના એનઆરઆઈ અર્જુન ભલ્લા લગ્ન કરશે. આ બાબતે લગ્ન ની તૈયારીઓ જોર શોરમાં ચાલી રહી છે. ખિંવસર કિલ્લાને ત્રણ દિવસ માટે બુક કરવામાં આવી ચૂક્યો છે અને સ્મૃતિ ઈરાની ના પતિ પણ જોધપુર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા.
અને જાણવા મળ્યું કે સ્મૃતિ ઈરાની આજે જોધપુર એરપોર્ટ પહોંચશે ત્યાંથી રોડ મારફતે કિલ્લામાં પહોંચશે અને આજે જ મહેંદી અને હલ્દી ની વિધિ યોજવામાં આવવાની છે અને નાઈટ કાર્યક્રમનો પણ મ્યુઝિકલ કાર્યક્રમ યોજવાનો પ્લાન છે અને 9-ફેબ્રુઆરીના રોજ રીત રિવાજ પ્રમાણે બંને લગ્ન કરશે. શેનેલ અને અર્જુન ની સગાઈ વર્ષ 2021 માં થઈ હતી. અર્જુન ભલ્લા કેનેડામાં રહે છે અને એનઆરઆઈ વ્યક્તિ છે.
તે લીગલ એક્સપર્ટ છે અને ઘણી મોટી કેનેડિયન કંપનીઓમાં લીગલ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તો સ્મૃતિ ઈરાની ની પુત્રી શેનેલ લો ગ્રેજ્યુએટ અને વ્યવસાયિક રીતે વકીલ છે. આ હાઈ પ્રોફાઈલ લગ્નમાં 50 મહેમાનો સામેલ થવાના છે. કિલ્લા ને અલગ અલગ થીમ પર સજાવામાં આવ્યો છે.ખિંવસર કિલ્લો 500 વર્ષ જૂનો છે. આ કિલ્લો હવે હોટલમાં ફેરવાઈ ચૂક્યો છે અને પ્રવાસીઓનો ઘસારો ત્યાં મોટી સંખ્યામાં રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!