Gujarat

નીતિનભાઈ જાની ને દુબઇ પોલીસ અને સરકાર દ્વારા આપવામાં આવ્યું અનોખું સન્માન પ્રથમ ગુજરાતી, જુઓ ખાસ તસવીરો.

Spread the love

આપણા ગુજરાતના સોશિયલ વર્કર અને ગરીબોની ખૂબ સેવા કરનાર એવા નીતિનભાઈ જાની કે જેને લોકો ખજૂર ભાઈના પ્રિય નામથી બોલાવે છે. નીતિનભાઈ જાની અને તેમના ભાઈ તરુણભાઈ જાની અને તેમની ટીમ દ્વારા ગરીબોની ખૂબ સેવા કરવામાં આવે છે. નીતિનભાઈ જાની અને તેમની ટીમને ગુજરાતમાંથી ઘણા સન્માનનો પ્રાપ્ત થયા છે અને ગરીબોની સેવામાં તે ખૂબ આગળ પડતા હોય છે.

ખજૂર ભાઈ અને તેની ટીમ દ્વારા દુબઈમાં જઈને અનેક વિડીયો ઉતારવામાં આવતા હોય છે. આ બાબતે નીતિનભાઈ જાનીએ instagram અકાઉન્ટ ઉપર પોસ્ટ કરીને એક જાણકારી આપી હતી. જેમાં દુબઈ પોલીસ અને દુબઈની ગવર્મેન્ટ દ્વારા નીતિનભાઈ જાની અને તરુણભાઈ જાની નું એક એવું સન્માન કરવામાં આવ્યું હતું કે જેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ગુજરાતી સોશિયલ વર્કર અને યુટ્યુબર બની ગયા છે.

તો વધુ વિગતે વાત કરવામાં આવે તો નીતિનભાઈ જાની અને તરુણભાઈ જાનીને Esaad Privilege કાર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્ડની વાત કરવામાં આવે તો આ કાર્ડ મેળવનાર ગુજરાતી સૌ પ્રથમ સોશિયલ વર્કર અને youtube ર નીતિનભાઈ અને તરુણભાઈ બની ગયા છે. આ Esaad Privilege કાર્ડ ની ખાસ વિશેષતા એ છે કે દુબઈ પોલીસ અને દુબઈ સરકાર દ્વારા આ કાર્ડ એમને આપવામાં આવે છે કે જેઓ એ જેમણે પોતાના ક્ષેત્રમાં અને સમાજને મદદરૂપ થઈને લોક કલ્યાણના કાર્ય કર્યા હોય.

આ કાર્ડની વિશેષતા એ છે કે તમે દુબઈમાં અને ઘણી બધી જગ્યાએ જઈને તમે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર 25% થી લઈને 80% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ઉપરાંત જમાવા, ફરવાનું, હોટલ, શિક્ષણ મનોરંજનના સ્થળો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરે ઉપર ફાયદો લઈ શકાય છે. દુબઈ સરકાર અને દુબઈ પોલીસ દ્વારા નીતિનભાઈ નું ખૂબ જ ભવ્ય સન્માન કરવામાં આવેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *