ગજબ નો સંઘર્ષ કરી ને મહીલા એ અંતે UPSC પાસ કરી અને…

કહેવાય છેકે, તમારું લક્ષ ઉચું રાખો અને તેને માટે મહેનત કરવા માંડો. ગુજરાતી માં તો એ કહેવત પણ છે કે “નિશાન ચૂક માફ છે પણ નહિ માફ નીચું નિશાન”. તમારું લક્ષ ઉચું રાખી ને તેમના માટે મહેનત કરવાથી તમને તમારું લક્ષ જરૂર મેળવી શક્સો. આપડે અહી એક એવીજ બાબત વિશે ચર્ચા કરશું કે જ્યાં એક મહિલાએ કેટ-કેટલી મુસીબત નો સામનો કરીને UPSC ની પરિક્ષા આપીને ઓફિસર બની.

આ વાત છે પૂનમ દલાલ ની. તેમનો જન્મ દિલ્લી માં થયો હતો. અને ત્યાજ તેમણે શરૂઆત નો અભ્યાસ મેળવ્યો. ૧૨ માં ધોરણ સુધી ભાણીયા પછી તેમણે ત્યાનીજ એ પ્રાથમિક શાળા માં નોકરી કરી. પરંતુ જેમ જણાવ્યું તેમ તેમનું લક્ષ ઘણું ઉચું હતું. માટે તેઓ માત્ર આ નોકરીથી ખુસ ના હતા તેઓ આગળ પણ કઈક કરવા માંગતા હતા, અને તેમાટે તેમણે પ્રયત્ન પણ શરુ કરી દીધા. 

તેમણે દિલ્લી યુનિવર્સીટી માંથી બાહિય રીતે સનાતક તરીકે ની ડીગ્રી લીધી. ત્યાર બાદ તેમણે SBI PO ની પરિક્ષા આપી. અને તેમાં પાસ પણ થયા. ત્યાર બાદ તેમણે તેમાં લગભગ ૩ વર્ષ સુધી તેમાં કામ કર્યું. અને ૨૦૦૬ માં એસએસસી ની પરિક્ષા આપી જેમાં તેમણે આખા ભારતમાં ૭ મો રેન્ક મેળવિયો, અને ટેક્ષ વિભાગ માં કામ કર્યું.

વર્ષ ૨૦૦૭ માં તેમના લગ્ન કસ્ટમ ડીપાર્ટમેન્ટ માં નોકરી કરતા આસીમ દહિયા સાથે થયા. લગ્ન પછી પણ તેમની ભણવાની ઈચ્છા હતી અને તેઓ ભાણીયા પણ જેમાં તેમના પતિ એ તેમને ઘણી મદદ કરી. તેમણે વર્ષ 2010 માં કે જયારે તેઓ ૨૮ વર્ષ ના હતા ત્યારે તેમણે પહેલી વાર UPSC પરિક્ષા આપી અને પાસ પણ થયા, ત્યારે તેમને રેલ્વે માં નોકરી મળી. પરંતુ તે નોકરી તેમણે કરી નહિ અને ફરી વાર પરિક્ષા આપી. પરંતુ આજ વખતે પણ તેમણે રેલ્વેમાં નોકરી મળી.

તેમણે ફરી આ પરિક્ષા આપી પરંતુ આજ વખતે તે પ્રિલીમ પરિક્ષા પણ પાસ કરી શકિયા નહિ. હવે તેમની આસા જાણે તૂટી ગઈ. અને તેમની ઉમર પણ હવે આ પરિક્ષા માટે વધી ગઈ હતી. પરંતુ તે સમય માં વિદ્યાર્થીઓ દ્વ્રારા થયેલ આંદોલન ને કારણે તે સમયના તમામ નિષ્ફળ વિદ્યાર્થીઓ ને ફરી એક મોકો આપવામાં આવીયો. ત્યારે તેમણે ફરી પરિક્ષા આપી પણ આ સમય એ તેઓ ૯ મહિનાના ગર્ભવતી હતા.

આ પરિક્ષા પાસ કરી તે પોતના ૩ મહિનાના નાના બાળક ને છોડી ને ફાઈનલ પરિક્ષા આપવા ગયા. અને આખા ભારતમાં ૩૦૮ રેન્ક મેળવિયો. આમ એક સ્ત્રી તરીકે આટલી બધી તકલીફ સહન કરિયા બાદ આખરે તેમને તેમની મંજિલ મેળવી  લીધી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *