IndiaNational

જો તમે પણ છો એડવેન્ચર ના શોખીન તો રહેજો સાવધાન ! પેરાસેલિગ કરતા આ દંપતી સાથે થયું એવું કે તેમના જીવ પર બની આવ્યું….. જુઓ ઘટના અંગે વિડિઓ…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં અમુક લોકો એવા હોઈ છે કે જેમને પોતાના ખાલી સમય માં અવનવી વસ્તુઓ કરવી પસંદ પડતી હોઈ છે. તેમાં પણ હાલના સમય માં લોકોમાં પોતના વેકેશન ના સમયને યાદગાર બનાવવા માટે અલગ અલગ સ્થળો એ ફરવાનું અને અલગ અલગ પ્રવૃતિઓ કરવાનું પસંદ પડે છે. આવા સમય માં લોકો અનેક જોખમી કામો પણ કરે છે જેને એડવેન્ચર નું નામ આપે છે. લોકો ને આવા એડવેન્ચર યુકત કામો કરવામાં ઘણો આનંદ મળે છે. પરંતુ ઘણી વખત આવા કામો ના કારણે તેમના જીવ પર પણ આવી બને છે.

મિત્રો એડવેન્ચર યુક્ત કામો પૈકી એક કામ પેરાસેલિગ છે. આ પ્રવૃત્તિમાં વ્યક્તિ ને દરિયા કે પાણી વાળા વિસ્તાર ની વચ્ચે લઇ જવામાં આવે છે અને એક બોટ અને એક પેરાશૂટ ને એક દોરડાના માધ્યમ થી જોડવામાં આવે છે અને ધીરે ધીરે આ પેરાશુટ ને હવામાં ઉંચાઈઓ પર જવા દેવામાં આવે છે. જેના કારણે આ પેરાશુટ સાથે જોડાયેલ વ્યક્તિ હવામાં ઉંચે ઉડે છે. અને ઉપરથી નીચેના નજારા નો આનંદ લે છે. વળી આ લોકો અને અને આ પેરાશુટ દૂર ના ચાલ્યું જાય તેમાટે પેરાશુટ સાથે બંધાયેલા લોકોની હિફાઝત ના હેતુથી એક દોરી ની છે તેમની સાથે પાણીમાં ચાલતી બોટ સાથે બાંધવામાં આવે છે. જેના વડે આ પેરાશુટ ને નિયંત્રિત કરી શકાય.

જો કે હાલ એક એવો બનાવ સામે આવ્યો છે કે જ્યાં આવી જ રીતે પેરાસેલિગ કરતા એક દંપતી સાથે અચાનક અકસ્માત થવા પામ્યો અને તેઓ જે દોરડાની મદદથી આ બોટ સાથે જોડાયેલા હતા તે એકા એક તૂટી ગયું જો કે આ બનાવમાં કોઈને પણ ઇજા પહોંચી ના હતી. જો વાત આ બનાવ વિશે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

અજિત ભાઈ કથાડ અને તેમના પત્ની આવી રીતે પેરાસેલિંગ નો આનંદ માણવા જઈ રહ્યાં હતા તે સમયે તેમનો ભાઈ રાકેશ પણ તેમની સાથે બોટ પર સવાર હતો અને તેમનો વિડિઓ બનાવી રહ્યો હતો. જો કે આ પ્રવૃત્તિ કરાવનાર કંપનીએ આ બંને લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યા હતા. આ અગાઉ રાકેશે આ પ્રવૃત્તિના સંચાલક ને આ તૂટેલા દોરડા વિશે માહિતી આપી હતી પરંતુ તે સંચાલકે આશ્વાસન આપ્યું કે તેનાથી કોઈ વાંધો પડશે નહિ.

ત્યાર બાદ તેઓ હવામાં ઉડવા લાગ્યા અને તોડા જ સમયમાં આ દોરડું તૂટી ગયું. આ સમગ્ર ઘટના વિડિઓ માં કેદ થઇ ગઈ. રાકેશ ભાઈ ના જણાવ્યા અનુસાર તેણે પોતાના ભાઈ અને ભાભીને નીચે પડતા જોયા હતા જો કે લાઈફ જેકેટના કારણે જયારે આ બંને વ્યક્તિ પાણી માં પડ્યા તયારે તેમને વધુ ઇજા ના પહોંચી અને તેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *