વિકી અને કેટરીના ના લગ્ન બાદ સલમાન ખાન ગયા સાઉદી અરબ અને ત્યાં…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.
જેના કારણે તેઓ આવા કલાકારો શું કરે છે ? ક્યાં જાય છે ? અને અન્ય તમામ બાબત અંગે જાણવા માંગતા હોઈ છે. હાલ ના સમય માં લોકોની ઇચ્છા સલમાન ખાન વિશે જાણવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ વિકી કૌશલ અને કેટરીના કૈફ ના લગ્ન થયા છે અને સૌ જાણીએ છિએ કે કેટરીના અને સલમાન ઘણા ગાઢ સંબંધ ધરાવે છે. તેવામાં લોકો વિકી કેટરીના ના લગ્નને લઈને સલમાન ની પ્રતિક્રિયા જાણવા માંગે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સલમાન ખાન બોલીવુડ ના સફળ કલાકારો પૈકી એક છે અને તેમની લોક ચાહના દેશ વિદેશ માં છે. જણાવી દઈએ કે હાલમાં સલમાન ખાન દબંગ ટૂર પર છે અને તે માટે સલમાન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ ગયા છે. જો કે તેમની અને કેટરીના કૈફ ની મિત્રતા ના કારણે લોકો એવું વિચારતા હતા કે સલમાન ખાન કેટરિના કૈફના લગ્નમાં હાજરી આપશે. પણ સલમાને લગ્ન માં જવાને બદલે પોતાના આ ટુર માં સાઉદી જવા રવાના થયો હતા. હાલ સલમાન રિયાધ પહોંચી ગયો છે. અને ત્યાં તેનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે સલમાનના ભવ્ય સ્વાગત અંગે નો એક વિડીયો પણ સોશ્યલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સલમાન ને મળવા માટે સાઉદી અરેબિયાના જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ અને કવિ તુર્કી અલાલશેખ પહોંચ્યા છે. સલમાને શેર કરેલા વીડિયોમાં તે અલાલશેખ સાથે હાથ મિલાવતો જોવા મળી રહ્યો છે.
જો કે જણાવી દઈએ કે સલમાન ખાન અને કેટરિના કૈફ ગાઢ મિત્રો રહ્યો છે. જેના કારણે ફેન્સની ઇચ્છા હતી કે સલમાન ખાન કેટરીના કૈફ ના લગ્નનો ભાગ બનશે. પરંતુ તેઓને દબંગ ટૂર માટે સાઉદી જવું પડ્યું. જણાવી દઈએ કે વિકી અને કેટરીના એ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડના સિલેક્ટેડ સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. જો કે કેટરીના ઈચ્છતી હતી કે સલમાન ખાનના માતા-પિતા આ લગ્નનો ભાગ બને અને તેમને આશીર્વાદ આપે. પરંતુ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ અને અન્ય સ્વાસ્થ્ય કારણોસર આ શક્ય બની શક્યું નથી.