લગ્ન બાદ ફરી વિકી કૌશલ અને કેટરીના ના નવા ફોટાઓ થયા વાયરલ જેણે મચાવી ધૂમ જુઓ ફોટાઓ…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્ન ની સિઝન ચાલી રહી છે. આ લગ્નના સમયગાળા માં અનેક લોકો લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છે. લગ્નનો આ માહોલ બોલીવુડ માં પણ જોવા મળ્યો છે. હાલ વિકી કૌશલ અને કેટરીના કૈફએ લગ્ન કરી લીધા છે. આખા બોલીવુડ માં તેમના લગ્નને લઈને ઘણી જ ચર્ચાઓ થઇ રહી છે.
જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરીના કૈફ એ 9 તારીખે રાજસ્થાનના બડવારામાં સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લેવામાં આવ્યા છે. તેમના આ લગ્નમાં અનેક મહેમાનો પણ જોડાયા હતા. આ ઉપરાંત અનેક સેલિબ્રિટી પણ તેમની લગ્ન ની ખુશીઓ માં સામેલ થવા રાજસ્થાન પહોચ્યાં હતા.
જો કે જણાવી દઈએ કે અત્યાર સુધી આ કપલે પોતાના લગ્ન અને તેને લગતી કોઈ પણ માહિતી ફેન્સ કે સોશ્યલ મીડિયા પર શેર કરી ના હતી. પરંતુ હવે આ બંને કલાકારો એ પોતાના ફેન્સ ને તે અંગે માહિતી આપી દીધી છે. સાથો સાથ લગ્ન અને હલ્દી ને લગતા ફોટાઓ ઉપરાંત અન્ય વિધિઓ ના ફોટાઓ પણ સૉશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરીના કૈફ ના લગ્નમાં આવનારા મહેમાનો માટે એક ખાસ પ્રકારનો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે લગ્નમાં હાજર રહેનાર લોકો પોતાની સાથે ફોન લાવી શકશે નહીં જેની પાછળ નું કારણ લગ્નના ફોટા અને વિડીયો લોકોમાં વાયરલ ના થાય તે હતો. પરંતુ આમ કરવા છતા પણ અનેક સૉશ્યલ મીડિયા માધ્યમ પર વિકી કૌશલ અને કેટરીના ના લગ્નને લાગતા ફોટાઓ વાયરલ થતાં જોવા મળ્યા હતા.
હાલ આ બંને કલાકારોએ પણ લગ્નને લાગતા અનેક ફોટાઓ સોશ્યલ મિડીયા પર શેર કર્યા છે. જણાવી દઈએ કે તેમના લગ્નની પહેલી ઝલક એ રેકોર્ડ તોડ્યો. વિકી-કેટરિનાના પહેલા ફોટોને થોડા જ કલાકોમાં 1.25 કરોડ થી પણ વધુ લાઇક્સ મળી, જેના કારણે આ કપલે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાનો રેકોર્ડ ને પણ તોડી નાખ્યો છે.
જો વાત આ દંપતિના આવનારા સમયના કાર્યક્રમ અંગે કરીએ તો જણાવી દઈએ કે લગ્ન બાદ વિકીએ શૂટિંગ માટે લગ્ન પછી ની 50 દિવસની તારીખ ફાળવી છે. જે માટે તેઓ ઈન્દોર જશે. જ્યારે કેટરીના ડિસેમ્બરમાં મુંબઈ અને તે પછી જાન્યુઆરીમાં દિલ્હી જઈને ‘ટાઈગર 3’નું શૂટિંગ કરશે.
જણાવી દઈએ કે લગ્ન બાદ વિકી અને કેટરીનાએ પોતપોતાના સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો શેર કરી હતી. જેને લોકોએ ઘણી પસંદ પણ કરી. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું, “માત્ર અમારા હૃદયમાં રહેલો પ્રેમ અને કૃતજ્ઞતા જ અમને આજે આ ક્ષણ સુધી લઈ આવ્યા છે. તમને બધાના પ્રેમ અને આશીર્વાદની શુભેચ્છાઓ સાથે, અમે એક નવી સફરની શરૂઆત કરીએ છીએ.”