IndiaNational

ભાઈ બહેનનો પ્રેમ! યુદ્ધ સ્મારક ગયેલ મહિલા શહીદ ભાઈનુ નામ જોઈને રડવા લાગી વિડીયો જોઈને સૌ કોઈ થયા ભાવુક જુઓ.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશ ની સેના ઘણી જ બહાદુર અને પરાક્રિમિ છે આપણા દેશ ની સેના વિશ્વ ની સૌથી વધુ શક્તિશાળી સેના પૈકી એક છે કે જેનાથી અન્ય દેશ પણ ડરી જાય છે. આપણી સેનાના જવાનો આપણા સાચા હીરો છે આપણે સૌ જાણીએ છિએ કે કોઈ પણ કુદરતી કે કૃત્રિમ બનાવો માં દેશ અને દેશ વાસીઓ ની રક્ષા માટે સેના હંમેશા તૈયાર રહે છે.

આપણા વીર જવાનો પોતાના પરિવાર થી દૂર સીમા પર આપણી રક્ષા કરે છે કે જેથી આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રહી શકીએ પરંતુ ઘણી વખત એવો દુઃખદ સમય આવે કે જ્યાં દેશ ને પોતાના આવા વીરો ને ખોવા પડે છે જેનું દુઃખ આખા દેશમાં દુઃખ છવાઇ જાય છે હાલમાં આવો જ એક ભાવુક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને સૌ કોઈ ભાવુક થઈ રહ્યા છે.

વિડીયો અંગે વાત કરીએ તો શુક્રવાર 25 ફેબ્રુઆરી ના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે અનેક લોકો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ વોર મેમોરિયલ પર પહોંચ્યા હતા. તયારે કંઈક એવું થયું જેના કારણે લોકો ભાવુક થઈ ગયા.

જણાવી દઈએ કે નેશનલ વોર મેમોરિયલની ત્રીજી વર્ષગાંઠ પર શગુન નામની મહિલા પણ પોતાના પરિવાર સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવી હતી. જો કે આ સમયે શગુન કે તેના પરિવાર ને એ ખબર નહોતી કે આ યુદ્ધ સ્મારક પર લખાયેલા 13,300 શહીદોના નામો માં તેમના શહીદ ભાઈ કેપ્ટન કેડી સાંબ્યાલનું નામ પણ સામેલ હશે.

જો કે પોતાના ભાઈ કેપ્ટન સાંબ્યાલનું નામ જોઈને શગુન ભાવુક થઈ ગઈ અને રડવા લાગી. જણાવી દઈએ કે શગુન સાંબ્યાલનો ભાવુક થતો વીડિયો તેના પતિએ જ બનાવ્યો હતો અને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હવે જો વાત કેપ્ટન કેડી સાંબ્યાલ અંગે કરીએ તો જણાવી દઈએ કે 193 ફિલ્ડ રેજિમેન્ટના કેપ્ટન કેડી સાંબ્યાલ વર્ષ 2002માં ઓપરેશન પરાક્રમ દરમિયાન કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર શહીદ થયા હતા. 13મી ડિસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની સરહદે સમગ્ર ભારતીય સેનાનો બંદોબસ્ત હતો જે ઓપરેશનને પરાક્રમ એવું સાંકેતિક નામ આપવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે પાકિસ્તાન સાથે ભારતીય સેનાની આ સંઘર્ષ લગભગ 5 મહિના સુધી ચાલ્યો હતો. તે સમયે પાકિસ્તાની સેના સાથેની અથડામણમાં કેપ્ટન સાંબ્યાલ શહીદ થયા હતા. જણાવી દઈએ કે કેપ્ટન સાંબ્યાલ જમ્મુ-કાશ્મીરમાં જ એલઓસીને અડીને આવેલા સાંબા જિલ્લાનો રહેવાસી હતો. જો વાત યુદ્ધ સ્મારક અંગે કરીએ તો જણાવી દઈએ કે અહીં તે તમામ શહીદ સૈનિકોના નામ સુવર્ણ અક્ષરે લખવામાં આવ્યા છે, જેમણે દેશની આઝાદી પછીથી સૈન્ય સંઘર્ષમાં વીરગતિ પામ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by King In the North (@thezerobeing)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *