શું દરિયા માં ચક્રવાત માફક ફરી રહેલ ‘બિપોરજોય વાવઝોડુ છે ? ખુબ વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો, જુઓ એવું તો શું છે આ વીડિયોમાં?
મિત્રો તમને તો ખબર જ હશે કે થોડાક છેલ્લા સમયથી ગુજરાત પર ‘બિપોરજોય’ વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે, આ વાવાઝોડાને પગલે હાલ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તરીને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમ જ માછીમારો દરિયો ન ખેડે અને બંદરો પર પણ એલર્ટ સિંગલ લગાડી દેવામાં આવ્યા છે.આજના દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી જવા પામી છે તેમજ વાદળ છાયુ વાતાવરણ પણ થઇ ચૂક્યું છે.
એવામાં હાલ અનેક એવા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઇ રહ્યા છે જે ખરેખર વાવાઝોડાના છે કે નહીં તે અંગે તો કાંઈ ન કહી શકીયે પરંતુ બતાવી રહ્યા છે વાવઝોડુ જ તે. એવામાં એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ચક્રવાત દરિયાની અંદર ગતિમાન થઇ રહ્યો હોય તેવું દેખાય રહ્યું છે, તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવીએ.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે વાવાઝોડું પાણીમાં પસાર થઇ રહ્યું છે અને ખુબ ઝડપી ચક્રવાતની જેમ ગોળ ગોળ ફરીને આગળ વધી રહ્યું છે, ખરેખર આવા દ્રશ્યોએ દરેક સોશિયલ મીડિયા યુઝરોને હલાવી જ દીધા હતા કારણ કે જીવનમાં ઘણા એવા સોશિયલ મીડિયા યુઝરોએ પેહલી વખત આવું દ્રશ્ય જોયું હશે.
વિડીયો વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે આ ‘બિપોરજોય’ વાવાઝોડું છે પરંતુ આ ખબર અંગે અમારી વેબસાઈટ પુષ્ટિ કરતી નથી ફક્ત આ એક સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા જ વિડીયો લેવામાં આવ્યો છે. વિડીયો જોયા બાદ અનેક યુઝરો લખી રહ્યા છે કે ‘દ્વારકા વાળો બધું સાંભળી લેશે’ જ્યારે અનેક યુઝરોએ ખુબ અનોખી અનોખી પોતાની પ્રતિક્રિયા આપી હતી.
View this post on Instagram