આ બાળક સ્ટંટનો હવાદણો થયો તો તૂટી ગયું મોઢું ! ખાટ્લા પરથી જંપ લગાવી પણ લેન્ડીગ ક્રેશ થઇ ગયું…જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર રોજબરોજના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં અમુક વિડીયો ભાવુક કરી દેતા હોય છે તો અમુક વિડીયો હસાવી દેનાર હોય છે, ફક્ત એટલું જ નહી ઘણા વિડીયો કળા અને સ્ટંટ સાથે જોડાયેલ પણ હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક સ્ટંટ કરવાના ચક્કરમાં ખુબ ખરાબ રીતે પડ્યો હતો. તો ચાલો તમને આ વિડીયો વિશે જણાવી દઈએ.
આમ તો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કોઈ પણ હદ પાર કરી જતા હોય છે. તમને જણાવી દઈએ કે અમુક લોકો પોતાની કળા બતાવતા હોય છે તો અમુક લોકો પોતાના સ્ટંટ બતાવીને ફેમસ થતા હોય છે પણ ઘણા એવા પણ લોકો હોય છે જે ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જ મજાક ઉડાવી દેતા હોય છે, આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં બાળક સાથ કઈક આવું જ થાય છે.
વિડીયોમાં સ્પષ્ટર રીતે જોઈ શકાય છે કે બાળક પોતાની હીરોગીરિ બતાવામાંને બતાવામાં મોઢાના બળે જમીન પર પડે છે. વિડીયોમાં એક ખાટલો ઉભો રાખેલ છે એવામાં આ બાળક દોડીને આવીને આ ખાટલાને પગ દ્વારા નીચે પાડવાનો પ્રયત્ન કરે છે પણ તે પોતાના શરીર પર નિયંત્રણ રાખી શકતો નથી અને સીધો મોઢાના બળે જમીન પર પડે છે જેથી તેના ચશ્માં પણ તૂટી જાય છે. વિડીયો જોતા તો લાગી રહ્યું છે કે હવે આ બાળક ક્યારેય આવો સ્ટંટ કરવાનો પ્રયત્ન નહી કરે કારણ કે બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી છે.
તમને જણાવી દઈએ કે આવા સ્ટંટ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે એટલા માટે આવા પ્રયત્ન પણ કરવા જોઈએ નહી, લોકો આ વિડીયોને ફની અંદાજમાં લઈ રહ્યા છે અને બાળક પર હસી રહ્યા છે. આ વિડીયો instagram પર preetsoe2 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને આ વિડીયો પર લગભ ૪ લાખ જેટલી લાઈક આવી ચુકેલી છે અને સોશિયલ મીડિયા યુઝરો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
View this post on Instagram