Entertainment

7 ફુટ લાંબા સાપ સામે 2 વર્ષ નુ બાળક ઉભુ હતુ પછી જે થયુ એ જોવા જેવું હતુ….

Spread the love

મિત્રો આ પૃથ્વી પર માણસ સિવાય અનેક પશુ અને પક્ષી ઉપરાંત અનેક જીવ જંતુઓ પણ જોવા મળે છે આવા અમુક જીવ જંતુઓ માથી અમુક જીવ પાલતુ હોઈ તો અમુક જીવ ઘણા જ ખૂંખાર હોઈ છે. જે માથી એક સાપ પણ છે. સાપનું નામ સાંભળતા જ ભલ ભલા માણસ ના રુવાડા બેઠા થઈ જાઈ છે. તેવામાં જો સાપ સામે આવી જાઇ તો? તેવા સંજોગોમાં માણસ ના મનમાં ડર ઊભો થઈ જાઈ છે.

જો કોઈ વ્યકતિ પાસે સાપ આવી જાઈ તો તે તેનાથી બચવા માટે આમ તેમ ભાગવા લાગે છે. અને તેનાથી બચવા માટે પ્રયત્ન કરવા લાગે છે કારણકે આપડે સૌ જાણીએ છીએ કે સાપ ઘણો જ ઝહેરીલુ જીવ છે તેના ડંખ માત્રથી વ્યકતિ ને પોતાનો જીવ ગુમાવવો પડે છે. પરંતુ સમાજ માં એવા પણ વ્યક્તિઓ છે જેને આવા સાપથી જરા પણ ડર લાગતો નથી. આવા અનેક લોકોને આપડે જોયા છે પરંતુ આપડે અહીં એક એવા બાળક વિશે વાત કરશુ કે જે માત્ર 2 વર્ષની ઉમરે આવાજ ખતરનાક સાપ સાથે રમત કરે છે.

આ ઘટના ઓસ્ટ્રેલિયા માં રહેતા મૈટ રાઈટ પ્રોફેશનલી છે. તેઓ પોતે એક એનિમલ સ્પેશ્યાલિસ્ટ છે. તે જંગલી જાનવરોને બચાવવા નું  કામ કરે છે. તેઓ છેલ્લા લગભગ ૨૦ વર્ષથી ઉત્તરી ક્ષેત્રમાં મગરને પકડીને તેને અન્ય સ્થળે સ્થાનાંતરિત કરવાનું કામ કરી રહ્યા છે. તેથી તેમને જાનવરોનો  સારો અનુભવ છે. અહીં આપડે તેમના બે વર્ષનો દિકરા વિશે વાત કરશું. કેજે એક ૭ ફુટ લાંબા સાપ સાથે રમી રહ્યો છે. જેનો એક વીડિયો પણ મૈટ રાઈટે ઉતારિયો છે.

જોકે આ વીડિયોમાં સાફ દેખાઈ રહીયુ છે કે કેવી રીતે એક લાંબો સાપ જમીન પર છે. અને આ ૨ વર્ષનો બાળક તે સાપની પુંછડી પકડીને સાપને ખેંચવા લાગે છે. તે વચ્ચમા અટકી જાય છે પરંતુ ત્યાર બાદ તેના પિતા તેને ફરીથી સાપને ખેંચવા માટે કહે છે. ત્યારે તે પોતાના પિતાની વાતને માનીને ફરીથી સાપ ને ખેંચવા લાગે છે.

આ વિડીયો હાલ સમગ્ર સોસીયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે જેની નીચે અનેક લોકો આ પ્રકારે કમેન્ટ કરે છે એક વ્યક્તિ લખે છે કે, બાળકોને આ રીતે સાપ સાથે રમવા દેવું સારી વાત નથી જયારે બીજી વ્યક્તિ લખે છે કે, બાળકના પિતા એનિમલ એક્સપર્ટ છે પરંતુ તમે નથી એટલા માટે તમે તમારા બાળકોને ભુલથી પણ એવું ના કરવા દો જ્યારે બીજી એક વ્યક્તિએ લખ્યું કે, આશા રાખું છું કે સાપ ઝેરીલો નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *