Categories
India

વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે પહોંચ્યા વૃંદાવન મહારાજ ના લીધા આશીર્વાદ, જુઓ વિડીયો.

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના અંગત જીવન અને પ્રોફેશનલ જીવનને લઈને ખાસ એવા ચર્ચાનો વિષય બની રહે છે. વિરાટ કોહલી ના લગ્ન અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે થયા બાદ બંનેને વામીકા પુત્રી પણ છે. વિરાટ કોહલીએ હાલમાં ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી દીધી છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ નવા વર્ષની ઉજવણી દુબઈ ખાતે કરી હતી. ફોટો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.

વિરાટ કોહલી એ બાંગ્લાદેશના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને હાલમાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. હાલમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામીકા સાથે વૃંદાવન પહોંચ્યા છે. જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ સાંભળે છે.

પરિવાર સાથે વિરાટ કોહલી વૃંદાવનમાં પહોંચ્યા અને પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ પણ મેળવ્યા. જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સાથે તેની પુત્રી વામીકા પણ દેખાય છે. પરંતુ પુત્રી વામેકાનું મોઢું હજી સુધી બંનેએ તેના ચાહકોને દેખાવા દીધું નથી. હાલમાં પણ વીડિયોમાં જોવા મળે છે તેમ પુત્રી વામિકાના મોઢા ઉપર ઇમોજી શેર કરેલું જોવા મળે છે.

વિરાટ કોહલી ની વાત કરવામાં આવે તો તે ભારતના એક સફળ બેટ્સમેન છે. તેના નામે અનેક રેકોર્ડ સામેલ છે અને તેની પત્ની અનુષ્કા શર્માએ એકથી એક ચડિયાતી મુવીમાં કામ આપેલું છે. બંને હાલમાં સારી રીતે પોતાના લગ્ન જીવનને માણી રહ્યા છે. વીડિયો જોઈને તેના ચાહકો વિડીયો ને ખુબ શેર અને લાઈક કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *