બોલીવુડના અભિનેતા શાહરુખ ખાન ના ચાહકો આખા ભારતમાં લાખોની સંખ્યામાં છે. શાહરૂખ ખાનના અનેક મુવી ની રાહ જોઈને તેના ચાહકો બેસ્યા હોય છે. આગામી વર્ષ 2023 ના 25 મી જાન્યુઆરીના રોજ શાહરુખ ખાનનું મુવી પઠન રિલીઝ થવા જઈ રહ્યું છે. જેનો પ્રોમો પણ હાલ સોશિયલ મીડિયા ઉપર શેર થયેલો જોવા મળે છે.
બોલીવુડના અભિનેતા શાહરુખ ખાનનો બે નવેમ્બર ને બુધવારના રોજ સત્તાવન મોં જન્મદિવસ હતો 57 માં જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી માટે શાહરુખ ખાન મુંબઈ પહોંચ્યા હતા. શાહરુખ ખાન મુંબઈ પહોંચતા ની સાથે જ તેના ચાહકો દ્વારા તેનો ખૂબ જ સ્વાગત કરવામાં આવ્યું હતું અને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શાહરુખ ખાન એક કાર્યક્રમમાં મુંબઈના એક ઓડિટોરિયમ માં પહોંચ્યા હતા. આ કાર્યક્રમને હોસ્ટ કરી રહેલા હોસ્ટે એવું કહ્યું કે ત્યારબાદ શાહરૂખખાને તેને ગળે લગાવી લીધી હતી. આ કાર્યક્રમને હોસ્ટ કરી રહેલી યુવતીએ શાહરુખ ખાન પાસે આવીને પોતાના ઘૂંટણ ઉપર બેસીને કહ્યું કે ના હિન્દુ ના મુસલમાન એ અમારે શાહરૂખ ખાન. આવું કહેતા ની સાથે જ કિંગ ખાને આગળ વધીને તેને ગળે લગાવી લીધી હતી.
#SRKDay pic.twitter.com/Wn3tf0Vl4u
— IamSRKClub (@iamsrkclub) November 2, 2022
આ બાદ ઓડિટોરિયમ માં આવેલ ચાહકોની ભીડ પણ આ જોઈને ઉત્સાહમાં આવી ગઈ હતી અને ખૂબ જ રાડો પાડી રહી હતી અને ખુશીથી નાચવા લાગ્યા હતા. આમ શાહરૂખ ખાનના આવા સ્વભાવ પર ચાહકો તેના દીવાના થઈ જતા હોય છે. આ બાબતનો વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. આ ઉપરાંત શાહરૂખ ખાનના મુંબઈમાં આવેલા ઘર મન્નતમાં પણ તેના ચાહકોની ખૂબ જ ભીડ જામતી હોય છે અને ક્યારેક શાહરૂખ ખાન બહાર આવીને તેના ચાહકો ને મળતા પણ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!