આપણું મોત આપણને ક્યાં અને કઈ જગ્યા એ મળે કઈ કહી જ ના શકાય. આ યુવક સાથે કંઈક એવું જ થયું…જુઓ દર્દનાક વિડીયો.
સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. આમાંથી કેટલાક વીડિયો અકસ્માતોના પણ છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ મૃત્યુનો લાઈવ વીડિયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ફોટો પાડી રહેલા યુવકનું મોત થયું. વાયરલ વીડિયો રાજસ્થાનના જયપુરનો છે. અહીં એક યુવક શહેરના અક્ષય પાત્ર મંદિરની બહાર ફોટો પાડી રહ્યો હતો. આ દરમિયાન એક ભારે પથ્થરનું બોર્ડ યુવક પર પડ્યું અને તેની નીચે દબાઈ જવાથી યુવકનું મોત નીપજ્યું.
તે તેના મિત્ર સાથે અક્ષયપાત્ર મંદિર પહોંચ્યો હતો. બંને દર્શન કરવા ત્યાં રોકાયા. કહેવામાં આવી રહ્યું છે કે દર્શન કર્યા બાદ બંને ત્યાં સેલ્ફી લઈ રહ્યા હતા. દેવવ્રત મંદિરની બહાર એક મોટા પથ્થરના બોર્ડના થાંભલા પાસે ઉભો રહીને ફોટો પાડી રહ્યો હતો. આ દરમિયાન બોર્ડનો એક થાંભલો સરકી ગયો અને યુવક ભારે પથ્થરના બોર્ડ નીચે દટાઈ ગયો. મિત્રએ લોકોની મદદથી દેવવ્રતને બહાર કાઢ્યો અને હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું…જુઓ વિડીયો.
#Jaipur #Rajasthan #ViralVideo युवक की मंदिर के पास फोटो खिंचवाते समय हादसा, सिर पर गिरा पत्थर, हुई मौत ~ वीडियो हुआ वायरल pic.twitter.com/Q4DetOcsem
— Jhalko Rajasthan (@JhalkoRajasthan) August 9, 2022
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક યુવકનું નામ દેવવ્રત શુક્લા જણાવવામાં આવી રહ્યું છે. દેવવ્રત જયપુર નજીક બાંદિકૂઈનો રહેવાસી હતો. તે પીએફના પૈસા ઉપાડવા જયપુર આવ્યો હતો. ઓફિસ બંધ હોવાથી તે તેના મિત્રના ફ્લેટમાં રોકાયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક સોમવારે એક મિત્ર સાથે ફરવા ગયો હતો.
આ વિડીયો ને ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. આમ અચાનક આ યુવક મૃત્યુ ને ભેટતા તેના પરિવાર માથે પણ દુઃખો નો પહાડ તૂટી પડ્યો હતો. આવી રીતે ક્યાં કઈ જગ્યા એ આપણું મોત આપણી રાહ જોઈ રહ્યું હોઈ કઈ કહી જ ન શકાય. આ વિડીયો માં જોઈ શકાય છે કે, યુવક શાંતિ થી ફોટા પડાવી રહ્યો હતો અને તે મૃત્યુ ને ભેટી પડ્યો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!