હવામાન વિભાગ ની આગાહી ! ગુજરાત ના આ જિલ્લાઓ માં પડી શકે છે ભારે થી અતિભારે વરસાદ જેમાં…
ગુજરાત માં હાલ વરસાદી માહોલ જામતો જાય છે. એવામાં ગુજરાત વાસીઓ ધીરે ધીરે ગરમી ના છુટકારા માંથી રાહત મેળવતા જાય છે. આ સાથે જ ખેડૂતો માટે પણ રાહત ના સમાચાર છે કે ખેડૂતો પણ આગામી દિવસો માં પોતાના પાકો નુ વાવતેર કરી શકે. આ સાથે જ ગુજરાત ના જુદા જુદા વિસ્તારો માંથી વરસાદ નું પ્રમાણ પણ જોવા મળે છે.
હવામાન વિભાગ ની જાણકારી અનુસાર આગામી 24 જૂન થી વરસાદ નું પ્રમાણ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.ખાસ તો ગુજરાત ના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં વરસાદી માહોલ જામી રહ્યો છે. એવામાં હજુ સુધી 21 તાલુકા એવા છે જ્યાં હજુ સુધી વરસાદ નું પ્રમાણ નહિવત જોવા મળે છે. હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ આગામી દિવસો માં ગુજરાત ના દક્ષિણ ના જિલ્લા સુરત, નવસારી, તાપી, દમણ, વલસાડ, વગેરે માં વરસાદ ની સંભાવનાઓ છે.
તેની સાથોસાથ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લા ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વગેરે માં 24 તારીખ સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. મોસમ વિભાગ ના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસો માં ગુજરાત માં ભારે વરસાદ ની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માં સંભાવનાઓ છે. રાજ્ય માં હાલ માં 172 તાલુકામાં 0-50 એમ.એમ વરસાદ પડ્યો છે. અને 51-125 એમ.એમ વરસાદ પડ્યો હોય એવા 50 તાલુકા છે.
126-250 એમ.એમ વરસાદ પડ્યો હોય એવા 7 તાલુકા છે. અને 251-500 એમ.એમ. વરસાદ પડ્યો હોય એવા માત્ર 1 જ તાલુકો છે. વરસાદી માહોલ જા મવાની સાથે જ ગુજરાતવાસીઓ રાહત નો શ્વાસ લઇ રહ્યા છે. છેલ્લા ઘણા સમય થી ગુજરાત માં ગરમી નો પારો 40-ડિગ્રી ને પાર જ રહેતો હતો. આ વર્ષે ગુજરાત માં મધ્યમ કક્ષા નો વરસાદ રહેવાની સંભાવનાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!