ભારતમાં લગ્નની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે. લગ્નની સિઝન શરૂ થતા ની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના વિડીયો ની ધુમ મચી જતી હોય છે. લગ્ન આવતા ની સાથે જ સોશિયલ મીડિયા ઉપર લગ્નના વિડીયોનું ઘોડાપુર આવે છે. એક પછી એક એવા મનોરંજનથી ભરપૂર વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો ને ભરપૂર મનોરંજન મળતું હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક વરરાજા અને કન્યા પરણવા માટે લગ્નના મંડપમાં બેસેલા હોય છે. વરરાજાએ શેરવાની પહેરેલી હોય છે અને માથા ઉપર સાફો પણ પહેરેલો છે. બાજુમાં કન્યા પણ બેસેલી હોય છે એવામાં થાય છે એવું કે એક યુવક કે જે વરરાજાનો મિત્ર અથવા તો કોઈ તેના પરિવારનો સભ્ય હશે ત્યાં આવે છે અને વરરાજા ની પાછળ ફોટા પડાવતો હોય છે.
અચાનક યુવક વરરાજા ને હચમચાવી મૂકે છે એટલે કે વરરાજા ને ના માથા ઉપરથી સાફો કાઢી નાખે છે તો તેને હેરાન કરતો જોવા મળે છે અંતે થાય છે એવું કે વરરાજા તે યુવકથી કંટાળી જાય છે અને વરરાજા ખુરશી ઉપરથી ઊભા થઈને તે યુવક ઉપર ઢીકાપાટુ નો વરસાદ કરી મૂકે છે અને યુવક બાદમાં સ્ટેજ ઉપર થી નીચે ઉતરી જાય છે. આમ ખુશીઓનો માહોલ અચાનક લડાઈમાં ફેરવાઈ ગયો હતો.
લોકો આ વીડિયોને અલગ અલગ એંગલથી જોઈ રહ્યા છે અને અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર શેર કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરવામાં આવેલો ત્યાર પછી સુધીમાં હજારો લોકોએ આ વીડિયોને જોઈને લાઈક કરી લીધો છે અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો લગ્ન સંબંધિત રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
मजाक का भी एक दायरा होता है 😄😄🏃 pic.twitter.com/hxdBGlBH7F
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 22, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!