અજબગજબ ! વગર ચાવીએ કોઈ ના સહારા વગર સ્કૂટી ઉભા રસ્તે લાગ્યું દોડવા. શું આમ ભૂત? જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક બાઈક સ્ટંટ ના વિડીયો તો ક્યારેક લગ્ન પ્રસંગના ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે. લોકોને અવનવા વિડીયો દ્વારા ખૂબ જ મનોરંજન મળી રહેતું હોય છે. પરંતુ ક્યારેક એવા એવા વિડિયો સામે આવતા હોય છે કે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત માં પડી જતા હોય છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ ક્યારેક આપણે ગાડી અથવા બાઇકમાં ખરાબી આવવાના કારણે વગર ચાવી એ ગાડી અથવા બાઇક શરૂ થઈ જતી હોય છે અને ક્યારેક આવી રીતે શરૂ થયેલી બાઈક લોકો સાથે અથડાય પણ જતી હોય છે. એવો જ એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની વાત કરવામાં આવે તો આ વીડિયોને ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ હસના જરૂરી હે નામના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે.
જેના કેપ્શન માં લખવામાં આવેલું છે કે, જો ખરાબ સમય હોય તો ડ્રાઇવર વિનાની સ્કુટી પણ અથડાઈ જાય છે. વીડિયોની વાત કરવામાં આવે તો એક સ્કુટી રોડ ઉપર પડી હોય છે ત્યારે અચાનક સ્કૂટી કોઈના સહારા વગર શરૂ થઈ જાય છે અને સ્કુટી એક આખો વણાંક લઈને રસ્તા ઉપર પડી જાય છે. રસ્તા ઉપર એક વ્યક્તિ આવી રહેલા હોય છે તે વ્યક્તિ સાથે અથડાઈ જાય છે અને તે વ્યક્તિ પણ રસ્તા ઉપર પોતાનું બેલેન્સ ગુમાવી દે છે અને તે પણ રસ્તા ઉપર પડી જાય છે.
अगर बुरा वक्त हो तो बिना ड्राइवर की स्कूटी भी टक्कर मार देती है यकीन नहीं देख लो👈🏻👆🏻 pic.twitter.com/S2x4CpePm2
— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) January 7, 2023
જે યુવતી ની સ્કુટી હોય છે તે યુવતી કોઈ દુકાનમાં પોતાનું કામ કરતી હોય છે. પરંતુ તે પણ આશ્ચર્ય ચકિતમાં પડી જાય છે કે તેને સ્કુટી શી રીતે ચાલવા લાગી. આમ આ વીડિયો માં લોકો અવનવી પ્રતિક્રિયા કરી રહ્યા છે. કે તેમાં ભૂત આવી ચડ્યું હશે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!