આપણા ભારતમાં ભારતમાં વસતા લોકોમાં સૌથી વધુ રમત જો કોઈ પ્રિય હોય તો તે છે ક્રિકેટની રમત. ભારતમાં મોટાભાગના લોકો ક્રિકેટની રમતમાં ખાસ રસ ધરાવે છે. જ્યારે પણ ક્રિકેટ હોય ત્યારે બધું કામ છોડીને ક્રિકેટ જોવા બેસી જતા હોય છે અને હવે તો ભારતમાં ભારતીય પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલ પણ દર વર્ષે યોજાય છે. ipl માં અન્ય ખેલાડીઓ વિદેશના હોય છે અને તે ભારતમાં આવીને ટીમ માટે રમતા હોય છે.
ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની ટીમ એટલે મુંબઈ ઈન્ડિયન્સ. મુંબઈ ઈન્ડીયન્સ ઘણી વખત ipl માં ચેમ્પિયન્સ થઈ ચૂકી છે. મુંબઈ ઇન્ડિયન્સમાં વેસ્ટનડીઝના એક પ્લેયર પોલાર્ડ રમી રહ્યા હતા. પરંતુ હાલમાં પોલાડે એક જાહેરાત કરી છે કે તે iplના ફોર્મેટમાંથી નિવૃત્તિ લે છે. એટલે કે પોલાડે ટ્વિટર હેન્ડલ એકાઉન્ટમાં કહ્યું કે, મારા માટે આ સરળ નિર્ણય ન હતો. પરંતુ મુંબઈ ઇન્ડિયન સાથે લાંબી ચર્ચા કર્યા પછી હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે હું હવે આઈપીએલમાં નહીં રમું.
જો આઈપીએલમાં નહીં રમું એનો મતલબ એમ કે મુંબઈ ઇન્ડિયન્સ સિવાય બીજી અન્ય કોઈપણ ટીમ સાથે નહીં રમું. તેને કહ્યું કે તેને મુંબઈ ઇન્ડિયન સાથે રહીને ઘણું બધું હાંસલ કર્યું છે અને આગળ જતાં તેમ પણ કહ્યું કે આ કોઈ બાબતમાં વિદાય નથી તેને કહ્યું કે તે મુંબઈ ઇન્ડિયન્સના બેટિંગ કોચ નું પદ સંભાળવા નું હવે તેણે સ્વીકાર્યું છે.
પોલાડે મુંબઈ ઇન્ડિયન્સના તમામ કોચ અને સપોર્ટ સ્ટાફનો આભાર પણ માન્યો છે. એટલે કે હવે પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના બેટિંગ કોચનું પદ સંભાળશે અને તેમના માલિક એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો પણ ખૂબ જ આભાર માન્યો છે. તેને કહ્યું કે હું iplમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે સારા ભવિષ્યની આશા રાખું છું અમે બધા એક પરિવાર છીએ. આમ પોલાર્ડ વિશે વાત કરવામાં આવે તો પોલાર્ડ ઓલરાઉન્ડર ખેલાડી છે તે પોતાની બેટીંગ અને બોલિંગ થી સામેવાળી ટીમના ખેલાડીઓ પર ભારે થતો હોય છે એવામાં મુંબઈ ઇન્ડિયન્સને એક મોટો ઝટકો લાગેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!