ગાયિકા કિંજલ દવે ખજુરભાઈ ના ઘરે પહોંચતા બને વચ્ચે બંધાયો નવો સંબંધ ખજુરભાઈ એ કહ્યું કે હવે થી કિંજલ દવે તેની,
ગુજરાતના દાનવીર કર્ણ એવા નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈ એ હાલમાં પોતાના instagram એકાઉન્ટ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં નીતિનભાઈ જાની ગુજરાતના ગાયિકા કિંજલ દવે સાથે જોવા મળે છે. જાણવા મળ્યું કે કિંજલ દવે તેના પિતા લલિત દવે અને તેના ભાઈ આકાશ તમામ લોકો ખજૂર ભાઈ ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ નીતિનભાઈ જાનીએ થોડા સમય પહેલા મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. એવામાં કિંજલ દવે એ તેના ઘર ની મુલાકાત લેતા નીતિનભાઈ જાનીએ પોતાના instagram ઉપર ફોટો શેર કર્યા અને કેપ્શન માં લખ્યું છે કે, મારી બહેન કિંજલ તેમના પરિવાર સાથે મારા ઘરે અને હવે મારી બહેન મારી સાળી પણ છે. એટલે કે જાણવા મળ્યું કે નીતિનભાઈ જાની ની મંગેતર મીનાક્ષી દવે અને કિંજલ દવે બંને કુટુંબી બહેનો હોવાને નાતે બંને એકબીજાને બહેનો થાય.
આથી નીતિનભાઈ જાની એ કેપ્શન માં કિંજલબેન દવે ને પોતાની સાળી કહીને સંબોધિ છે. આમ હવે ખજૂર ભાઈ અને કિંજલબેન વચ્ચે જીજા સાળી નો સંબંધ બંધાઈ ચૂક્યો છે. નીતિનભાઈ જાની ની વાત કરવામાં આવે તો તે આખા ગુજરાતમાં નિરાધાર લોકોને સેવા કરીને ખૂબ પુણ્યનું કામ કમાઈ રહ્યા છે. ખજૂર ભાઈએ શેર કરેલા ફોટામાં જોવા મળે છે તેમ ખજૂર ભાઈ અને કિંજલ દવે બંને એકબીજાના પગે પણ લાગી રહ્યા છે અને સાથોસાથ બંને પોતાના પરિવાર સાથે ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.
આમ હવે નીતિનભાઈ જાની અને કિંજલ દવે વચ્ચે જીજા સાળી નો સંબંધ બંધાઈ ચૂક્યો છે. નીતિનભાઈ જાની ગુજરાતમાં રહેતા અનેક લોકોના ઘરો બનાવી આપે છે અને કેટલાક લોકોને ઘરોની સાથે ઘરમાં તમામ એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડી દેતા હોય છે. રસ્તા ઉપર પણ જ્યારે પણ નીતિનભાઈ જાની પસાર થતા હોય ત્યારે ગરીબ લોકોની મદદ કરતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!