ક્યારે અટકશે ગુજરાત માં વ્યાજખોરો નો ત્રાસ? વ્યાજખોરો ના ત્રાસ થી બે યુવાનો એ ટૂંકાવ્યું જીવન કહ્યું કે હવે તે,
રોજબરોજ ગુજરાતમાં હત્યા અને આત્મહત્યા ના કીસ્સામાં બહોળા પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પોલીસ દ્વારા વ્યાજખોરોને પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુજરાતમાંથી ઘણા બધા વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે. પરંતુ વ્યાજખોરોનો ત્રાસ હજુ અટકવાનું નામ લેતો નથી.
રાજકોટ શહેરના જેતપુર માંથી બે યુવાનોએ વ્યાજખોરોના ત્રાસથી આખરે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે અને એક યુવાને સુસાઇડ નોટમાં વ્યાજખોરો ના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. વધુ વિગતે વાત કરવામાં આવે તો આ ધ્રુજાવી દેતી આપઘાતની ઘટના જેતપુરમાંથી સામે આવી છે. જેમાં એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તો એક યુવાને ઝેરી દવા પી ને મોતને વહાલુ કર્યું હતું.
બંને યુવાનોની વાત કરવામાં આવે તો જેતપુર શહેરના જુના પાંચ પીપળા રોડ પર રહેતા હર્ષ રમેશભાઈ મેર ઉંમર વર્ષ 23 નામના યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પરિવારજનો ઉપર આભ ફાટે તેવી મુસીબત આવી પડી હતી. પોલીસે લાશને પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. હર્ષના મૃત્યુ અગાઉ તેના સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે પૈસાની ઉઘરાણી બાબતે ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને આખરે તેને મોતને વહાલું કર્યું હતું.
તો બીજો બનાવ શહેરના મોટા ચોક વિસ્તારમાંથી સામે આવે છે. જેમાં કામદાર શેરીમાં રહેતા સોની રોનક મનીષભાઈ નામના યુવકે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વ્યાજના ત્રાસ ને લીધે યુવાન શહેર છોડીને મોરબી ચાલ્યો ગયો હતો. પરંતુ ત્યાં પણ વ્યાજખરો ત્રાસ આપતા હતા. અંતે યુવાને આપઘાત કરી લીધો હતો. યુવાનના મોબાઈલમાંથી વ્યાજખોરોને નંબર પરથી હકીકત સામે આવી હતી. આમ હજુ પણ ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!