7-વર્ષ ના હેન્ડીકેપ છોકરા એ દુબઇ માં ખજુરભાઈ ને શા માટે આપ્યા રૂપિયા 10,000? વાત એવી છે કે જાણી ને તમે, જુઓ વિડીયો.
ગુજરાતના લોકલાડીલા યુવા એટલે નીતિનભાઈ જાની. નીતિનભાઈ જાની પોતાના સેવાકીય કામ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ખજૂર ભાઈ ગુજરાતના ગામે ગામ વસતા ગરીબ લોકોને મદદ કરે છે. જે કોઈ લોકોને ઘરની જરૂરિયાત હોય તે લોકોને ઘર બનાવી આપે છે. ઉપરાંત જીવન જરૂરી ચીજ વસ્તુઓની તંગી હોય તો તેને પણ તે પૂરી પાડે છે. થોડા દિવસો પહેલા નીતિનભાઈ જાનીએ સગાઈ કરી લેતા તેના ચાહકોમાં પણ ખુશીની લાગણી છવાઈ ચૂકી હતી.
તેના ચાહકો તેને ખૂબ જ શુભકામનાઓ પાઠવતા હતા. હાલમાં નીતિનભાઈ જાનીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની વાત કરવામાં આવે તો નીતિનભાઈ જાની જ્યારે દુબઈના પ્રવાસે હતા ત્યારે એક ગુજરાતી સાત વર્ષનો છોકરો રીતીક વાયા કે જે દુબઈમાં રહેતો હતો. તે રાત્રે 12:00 વાગે નીતિનભાઈ જાનીને હોટલમાં મળવા આવ્યો અને 500 દીનહાર રૂપિયા નીતિનભાઈ જાનીને આપ્યા.
વધુ વિગતે વાત કરવામાં આવે તો ખજૂરભાઈ પોતાના કામ માટે જાણીતા છે. એવા મા તે દુબઈના પ્રવાસે ગયા હશે ત્યારે રાત્રે 12:00 વાગે રિતિક વાયા નામનો છોકરો તેના પિતા સાથે ખજૂર ભાઈને હોટલમાં મળવા આવે છે. ખજૂર ભાઈને તે એક કવર આપે છે. જે ખજૂર ભાઈ તે કવર જોવે છે તો તેમાંથી 500 દીરહામ એટલે કે રૂપિયા 10000 તેમાંથી નીકળે છે. ખજૂર ભાઈએ તે સાત વર્ષના છોકરાને પૂછ્યું કે આ શા માટે આપ્યા ત્યારે તેના પિતા જવાબ આપે છે કે,
તમે જે સેવાનું કાર્ય કરી રહ્યા છો તેમાં અમે સહભાગી થવા માંગીએ છીએ અને તેના માટે તે લોકો પૈસા આપે છે. નીતિનભાઈ જાની એ આ વિડીયો પોસ્ટ કરતા કેપ્શન માં લખ્યું છે કે દુબઈમાં રહેતો સાત વર્ષનો રીતીક વાયા અમારો નાનો ચાહક જે રાત્રે 12:00 વાગે અમને મળવા આવ્યો અને રૂપિયા 10000 આપ્યા સવાલ 500 દિરહામ નો નથી સવાલ એ છે કે આપણો ગુજરાતી દુબઈમાં રહીને ગુજરાતનું કેટલું વિચારે છે. જય જય ગરવી ગુજરાત.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!