પત્ની એ B.Ed. કર્યું અને પતિ એ મિકેનિકલ એન્જીનીયર પણ આજે કરે છે એવો બિઝનેસ કે જાણી ને તમે પણ,,જાણો વિગતે.
આપણા ભારતમાં વસતા ઘણા બધા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતના લોકો પણ ખેતીના વ્યવસાય થકી સારો એવો નફો કમાઈ શકે છે. પરંતુ આજના જમાનામાં પ્રાકૃતિક ખેતી નું મહત્વ ખૂબ વધી ગયું છે. પ્રાકૃતિક ખેતીની સાથે અન્ય એવા નવતર પ્રયોગો લોકોને ખૂબ નફો કમાઈ આપતા હોય છે. પાટણમાં વસતા તન્વીબહેન નામના મહિલાની આજે અમે તમને કહાની કહીશું.
કે જેણે પ્રાકૃતિક ખેતીની સાથે મધ ઉત્પાદન પણ શરૂ કર્યું જેના થકી તે આજે ખૂબ જ મોટો નફો કમાઈ શકે છે. તન્વીબહેન અને તેમના પતિએ તેમની 70 વીઘા જમીનમાંથી સૌપ્રથમ 5-વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તન્વીબહેન કે જેઓ એ બી એડ ની ડિગ્રી મેળવેલી છે. તો તેમના પતિ કે જેઓ મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. બંને એ થોડો ટાઈમ પ્રાઇવેટ નોકરી કરી. પરંતુ તન્વીબહેનને વિચાર આવ્યો કે તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી અને ડેરી ફાર્મિંગ નું શરૂ કરીને એક નવો બિઝનેસ સ્થાપિત કરવો જોઈએ.
આથી તેઓએ પ્રાઇવેટ નોકરી છોડી અને પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતી ઉત્પાદન શરૂ કર્યું. એવામાં તન્વીબહેન ને વિચાર આવ્યો કે માત્ર પ્રાકૃતિક ખેતી ના ઉત્પાદન સુધી અટકવું ના જોઈએ હજુ પણ આમાં કંઈક આગળ વધવું જોઈએ. આથી તેને મધમાખી ઉછેરની શરૂઆત કરી કે જેના થકી તે મધ વેચીને ખૂબ સારો એવો નફો કમાઈ શકે છે. આ માટે તન્વીબહેને શરૂઆતમાં ટ્રેનિંગ પણ લીધી અને સૌ પ્રથમ તેને ખેતરમાં બે પેટી મૂકીને તેમાં મધમાખી ઉછેર શરૂ કર્યું.
ત્યારબાદ ધીમે ધીમે આગળ વધીને આજે 100-પેટી ને પોતાના અડધા વીઘા ખેતરમાં મૂકીને તેમાંથી મધ ઉત્પાદન કરીને આજે તેમાંથી ખૂબ નફો કમાઈ રહ્યા છે. તેઓ જણાવે છે કે મધમાખી ઉછેર કેન્દ્ર હોય તેના ત્રણ કિલોમીટર આસપાસના વિસ્તારમાં પરાગનયન પણ ખૂબ સારું થાય છે. આથી પ્રાકૃતિક ખેતીને પણ બળ મળે છે. તેઓએ પોતાના મધનું બ્રાન્ડ નેમ ‘સ્વાદય’ રાખ્યું છે. જે પોતાની બ્રાન્ડ માર્કેટમાં વેચીને ખૂબ સારી એવી આવક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!