Gujarat

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે માવઠું પડશે? અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી, જાણો વિગતે….

Spread the love

હાલમાં ગુજરાતમાંડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. આ કારણ રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. હાલમાં જ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.

ચાલો ત્યારે જણાવીએ કે, આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેમજ. પવનની દિશા બદલાતા તપામાનનો પારો ઊંચકાશે. ગુજરાતમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાને કારણે 16મી ડિસેમ્બર પછી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વખતે ઠંડી ઓછી પડી છે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમ વર્ષા થતી નથી. પરંતુ હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે.ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે અને 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *