GujaratIndiaNational

જૂનાગઢની યુવતિનો ગંભીર આરોપ 10 મહિના દુશ્કર્મ કર્યાં બાદ ભુવાના મિત્રોએ ગાડીમાં મારી સાથે….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી આપણા દેશ અને રાજ્યમાં મહિલા સુરક્ષા ને લઈને પ્રસ્નો ગંભીર બની રહ્યા છે. આપણે ત્યાં આમતો મહિલા શક્તિ અને નારી સન્માન ની વાતો થાય છે. પરંતુ જે રીતે મહિલાની હત્યા ના અને અભદ્ર વ્યવહાર ના બનાવો સામે આવી રહ્યા છે તેના કારણે સમાજમા ખતરાની ઘંટી વાગી રહી છે.

તેવામાં ફરી એક વખત જે ભુવાનો બનાવ સામે આવ્યો હતો તેના કારણે લોકોમાં ચકચાર મચી ગયો છે. જણાવી દઈએ કે મહિલા નિ આસ્થા નો એક ભુવાએ દૂર ઉપયોગ કર્યો છે. અને તેની સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરિયાનો બનાવ સામે આવ્યો હતો. તેના કારણે પોલીસ પણ ભુવાને શોધવામા લાગી ગયા છે.

સૌ પ્રથમ જાણકારી માટે આખી ઘટના જણાવી દઈએ કે જૂનાગઢ ની એક અનાથ યુવતિએ રાજકોટમાં પોલીસ સ્ટેશન જઈને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ ટીમ દ્વારા યુવતિનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા પૂછાતાછ કરતા મહિલાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મ ની વાત કરી.

અને જણાવ્યું કે 10 મહિના પહેલા તેઓ સૂરજ સોલંકી નામના ભુવા પાસે જોવડાવવા ગયા હતા ત્યારે ભુવાએ પોતાનો અંગત નંબર યુવતિને આપ્યો જે બાદ તેમની વચ્ચે વાતો થવા લાગી અને ભુવાએ યુવતિ ને લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું જેથી મહિલા ગર્ભવતી પણ થઇ જેની જાણ થતા ભુવાએ તેને દવા આપી અને ગર્ભ પાત કરાવી ભુવો એક મહિનાથી યુવતિને છોડી દીધી.

જે બાદ મહિલાભુવા ને સમજાવવા અમદાવાદ પણ ગઈ હતી. જે બાદ ભુવાના મિત્રોએ અમદાવાદ ના આશ્રમ રોડ પાસે મહિલાને ગાડીમાં બેસાડી અને તેને માર પણ માર્યો તથા ગાડી માંથી ફેંકી પણ દીધી. જે બાદ મહિલાએ આત્મ હત્યા કરવાનું નક્કી કર્યું હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. અને ભુવો ગાયબ છે.

જે બાદ થોડા સમય પહેલા જ ભુવાએ સોશ્યલ મીડિયા પર પોતાનો એક વિડીયો ઉપલોડ કરી પોતે નિર્દોષ હોવાનું અને તેના પર ખોટા આરોપ લગાવાય છે તેવું કહ્યું અને જણાવ્યું કે તેને આ મહિલા સાથે સારા સંબંધો હતા આ સંબંધનો તેને ગેર ઉપયોગ કર્યો જેના કારણે મહિલા ના ખોટા આરોપોથી પોતે માનસીક રીતે ભાંગી નાખ્યો છે.

જે બાદ ભુવાએ જણાવ્યું કે આ મહિલા એ તેની પાસે અનેક વસ્તુ ની માંગણી કરી હતી. જે પૈકી ઘણી માંગણી મેં (ભુવાએ) પુરી પણ કરી હતી. પરંતુ હવે મહિલા ની માંગણી વધવા લાગી હતી માટે તેને પૂરા કરી શકાય તેવી પરિસ્થીતી નહોતી. આ ઉપરાંત સુરજ ભુવા એ એવા પણ આરોપ મુક્યા હતા કે હાલમાં મહિલા તેની પાસે 25 લાખ અને ફ્લેટ ની માંગણી કરે છે.

મહિલા પણ ભુવાએ ગંભીર આરોપો લગાવતા આખરે મહિલા પણ સોશ્યલ મીડિયા પર સામે આવી અને ભુવા દ્વારા લગાવેલા આરોપો ને ખોટા સાબિત કરતા જણાવ્યું કે તેણે પૈસા માટે પ્રેમ ન્ હોતો કર્યો. અને ખોટા ને બદલે સાચા ને સાથ મળે ઉપરાંત પોતાના ન્યાય ની માંગણી પણ કરી. અને પોતાને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે. તેવું પણ જણાવ્યું.

આ ઉપરાંત મહિલા એ સોશ્યલ મીડિયા પર લાઈવ થઈને તે પણ જણાવ્યું કે જો તેની ઈચ્છા પૈસા મંગાવની જ હોત તો તે ભુવાને મનાવવા માટે અમદાવાદ શા માટે જાત. અને માફી શા માટે માંગેત મહિલાએ જણાવ્યું કે તેની પાસે પ્રુફ છે કે પહેલા ભુવાએ તેને ફોન કર્યો હતો અને મહિલા મેસેજ કર્યો કે પૈસા માટે પ્રેમ નથી કર્યો અને જો પૈસાને લઇને મેસેજ કે ફોન પણ ન કરતા અને છેલ્લે ન્યાય ની માંગ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *