દુષ્કર્મ કરનાર ભુવા બાદ હવે પીડિતા યુવતીએ પણ સોશ્યલ મીડિયા પર આવી કહી ગંભીર વાત ભુવાએ તેને બધી રીતે…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી સમાજમાં જે ઘટના બની રહી છે તે ખરેખર ઘણી જ દુઃખદ છે અને મહિલા સન્માન ને માટે ખાતર સમાન છે દેશમાં જે રીતે અમાનવીય તત્વો પોતાનું ગેરવ્યાજબી વર્તન કરી રહ્યા છે તેને લઈને દરેક વ્યક્તિ માં ચિંતા છે જે રીતે મહિલા ની હત્યા થાય છે અને તેમની સાથે દુષ્કર્મ કરવામાં બનાવો સામે આવે છે તેના કારણે લોકો માં રોષ અને ચિંતા પણ છે આપણે થોડા દિવસ પહેલા જ ગ્રીષ્માં ની હત્યા ને લઈને ઘણા ચૉકી ગયા હતા.

તેવામાં ફરી એક મહિલા સાથે ખોટું થયા ના સમાચાર આવતા સમગ્ર પંથકના લોકો હચમચી ગયા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ જૂનાગઢ ની એક યુવતીએ રાજકોટમાં એક પોલીસ સ્ટેશન માં આવીને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે સમયે પોલીસ દ્વારા યોગ્ય પગલાં લઈને મહિલાને બચાવી લેવામાં આવી હતી પછી આત્મ હત્યાનું કારણ પૂછતાં મહિલાએ જે જણાવ્યું તે ઘણું નવાઈ અપાવે તેવું હતું મહિલાએ એક ભુવા પર પોતાની સાથે શારીરક દુષ્કર્મ ની વાત કરતા ચકચાર મચી ગયો.

મહિલાએ જણાવ્યું કે સુરજ સોલંકી નામના ભુવા પાસે 10 મહિના પહેલા જોવડાવવા ગઈ ત્યરે તેને પોતાનો અંગત નંબર આપ્યો જે બાદ તેમની વચ્ચે વાતો થવા લાગી અને ભુવાએ લગ્નનું વચન આપીને મહિલા સાથે 10 મહિના સુધી દુષ્કર્મ કર્યું જેના કારણે મહિલા ગર્ભવતી પણ થઇ જેની જાણ થતા ભુવાએ તેને દવા આપી અને ગર્ભ પાત કરાવી તેને છોડી દીધી. મહિલાએ વધુમાં જણાવ્યું કે તે ભુવા ને સમજાવવા અમદાવાદ પણ ગઈ હતી.

કે જ્યાં ભુવા સોશ્યલ મીડિયા પર પોતાની મહિલા ની તસ્વીર સાથે મૂકીને મહિલાને બદનામ કરતો હતો, તે સમયે ભુવાના મિત્રોએ અમદાવાદ ના આશ્રમ રોડ પાસે મહિલાને ગાડીમાં બેસાડી અને તેને માર પણ માર્યો તથા ગાડી માંથી ફેંકી પણ દીધી. જે બાદ મહિલાએ આત્મ હત્યા કરવાનું નક્કી કર્યું હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે. અને ભુવો ગાયબ છે.

જે બાદ થોડા સમય પહેલા જ ભુવાએ સોશ્યલ મીડિયા પર વિડિઓ મૂકીને મહિલાને અપરાધિ ઠરાવતા કહ્યું કે તેના પર ખોટી ફરીયાદ કરવામા આવી રહી છે.અને ભુવાએ કહ્યું કે તેને આ મહિલા સાથે સાથે સારા સંબંધો હતા આ સંબંધનો તે મહિલા એ ગેર ઉપયોગ કર્યો છે મને માનસીક રીતે ભાંગી નાખ્યો છે.

ભુવાએ મહિલા પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે મહિલા એ તેની પાસે અનેક વસ્તુ ની માંગણી કરી હતી. જે પૈકી ઘણી માંગણી મેં ભુવાએ પુરી પણ કરી હતી. પરંતુ હવે મહિલા ની માંગણી પૂરા કરી શકાય તેવી પરિસ્થીતી નહોતી ત્યારે મારાથી આ વસ્તુ શક્ય બને તેમ નથી. આ ઉપરાંત સુરજ ભુવા એ એવા પણ આરોપ મુક્યા હતા કે મારા પાસે 25 લાખ અને ફ્લેટ ની માંગણી કરવામા આવી હતી.

જે બાદ હવે પીડિત મહિલાએ પણ સોસ્યલ મીડયા પર લાઈવ આવીને પોતાની વાત રજુ કરી છે યુવતીએ જણાવ્યું કે તેને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહી છે મહિલાએ કહ્યું કે તેણે પ્રેમ પૈસા માટે નથી કર્યો અને ન્યાય ની માંગણી કરી. તેણે ભુવાએ કહેલી વાતને નકારી અને કહ્યું કે તેને કોઈ પૈસા કે ફ્લેટ માંગ્યો નથી.

મહિલાએ પોતાનો પક્ષ મજબૂત કરતા જણાવ્યું કે જો તેની ઈચ્છા પૈસા મંગાવની જ હોટ તો તે ભુવાને મનાવવા માટે અમદાવાદ શા માટે જાત. અને માફી શા માટે માંગેત મહિલાએ જણાવ્યું કે તેની પાસે પ્રુફ છે કે પહેલા ભુવાએ તેને ફોન કર્યો હતો અને મહિલા મેસેજ કર્યો કે પૈસા માટે પ્રેમ નથી કર્યો અને જો પૈસાને લઇને મેસેજ કે ફોન પણ ન કરતા અને છેલ્લે ન્યાય ની માંગ કરી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.