મહિલાઓ નું જીવન છે નર્ક આટા-સાટા પ્રથા થી થાય છે દીકરી ના લગ્ન એવી પ્રથા કે જાણી રહી જશે દંગ, જાણો વિગતે.
આપણા ભારત દેશમાં હજુ પણ કેટલાક એવા રાજ્યો છે કે જેના છેવાડાના ગામમાં જૂની પુરાણી રૂઢિઓ હજુ પણ ચાલી આવે છે. જૂની પુરાણી રૂઢિઓ પ્રમાણે દીકરા દીકરીઓને પરણાવવામાં આવે છે. ના તો દીકરાની ઈચ્છા પૂછવામાં આવે છે ના તો દીકરીની ઈચ્છા પૂછવામાં આવે છે. માતા પિતા કરે તે ઠીક. રાજસ્થાનમાં અમુક એવા ગામ છે કે જ્યાં આટા સાટા ની પ્રથા ચાલી આવે છે.
એટલે કે તમે જો તમારી દીકરી આપો તો તમારા દીકરાને સામેથી કોઈ અન્ય દીકરી મળશે. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા આવી જ ઘણી મહિલાઓ ની કહાની સામે લાવવામાં આવી છે. જેનો એક કિસ્સો આજે અમે તમને જણાવીશું. દિવ્યભાસ્કરની ટીમ દ્વારા રાજસ્થાનમાં જઈને આ બાબતે પીડિત મહિલા સાથે વાત કરવામાં આવી. જેમાં પરણીત મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે તે લગ્ન કરીને સાસરે આવી ત્યારે પહેલા દિવસથી જ તેના પતિ તેને પસંદ કરતા ન હતા.
તેનો ચહેરો જોવા માંગતા ન હતા. સાસુ સસરા સાથે વાત કરવામાં આવે તો સાસુ સસરા મોં ફેરવી લેતા હતા. ઘણા દિવસો સુધી પતિ રૂમમાં આવ્યો ન હતો. આથી મહિલાએ પતિને પૂછ્યું કે શા કારણે આવું કરો છો ત્યારે પતિએ જવાબ આપ્યો કે તે તેને પસંદ કરતો નથી તે કોઈ અન્યને પસંદ કરે છે. પતિએ કહ્યું કે તેની બહેનનું ઘર વસાવવા માટે અને પોતાનું કુવારૂપણું દૂર કરવા માટે તેને તેની સાથે લગ્ન કર્યા છે.
મહિલાએ જણાવ્યું કે તેના ભાઈનું લગ્ન સંસાર સારું ચાલે તે માટે તે આ બધું સહન કરતી હતી. તો મહિલાએ તેના પિતાને ફોન કર્યો તો પિતાએ કહ્યું કે સાસરિયામાં જેમ રાખે તેમ રહો જો તમે મરી જશો તો અર્થી લેવા આવીશું. આમ આવા અનેક બનાવો હજુ પણ રાજસ્થાનમાંથી સામે આવ્યા કરે છે. તો અન્ય મહિલાએ પણ જણાવ્યું કે તેના લગ્ન પણ સાટા આટા દ્વારા કરવામાં આવેલા છે.
જ્યારે તેના લગ્ન થયા ત્યારે તે 17 વર્ષની હતી. ત્યારે તેને પણ ખ્યાલ ન હતો કે તેના લગ્ન માત્ર તેના ભાઈના લગ્ન થાય તે માટે કરાવવામાં આવે છે. લગ્ન બાદ બે થી ત્રણ મહિના બાદ મહિલાને મેણાંટોણાં મારવામાં આવતા હતા અને મહિલા સાથે મારપીટ કરવામાં આવતી હતી. આમ આવી અનેક મહિલાઓ આવી રીતે જીવન જીવતી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!