સુરતમાં કોન્સ્ટેબલ મહિલા માટે ટ્રક બન્યો યમદૂત! રસ્તા પરથી જતા હતા ત્યાં જ બની આવી ઘટના,બે સંતાનો થયા માતા વિહોણા…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દિવસેને દિવસે અનેક પ્રકારના રોડ અકસ્માત બનતા હોય છે. ત્યારે હાલમાં જ સુરતમાં માતેલા સાંઢની જેમ ફરતા ડમ્પર એક મહિલા કોન્સ્ટેબલને અડફેટે લઈ લેતા મહિલા એ જીવ ગુમાવ્યો છે.આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ બનાવ કઈ રીતે બન્યો.
સૂત્ર દવારા જાણવા મળ્યું કે મહિલા કોન્સ્ટેબલ ડીસીપી ટ્રાફિક ઓફિસ ખાતે મિટિંગમાં જઈ રહ્યાં હતા. સર્કલ પર ડમ્પરચાલકે મોપેડ પર જતાં મહિલા કોન્સ્ટેબલને અડફેટમાં લઈ કચડી નાખતાં મોત થયું હતું.
મૃતક વિશે મળેલી માહિતી જાણીએ તો અકસ્માતનો ભોગ બનનાર 31 વર્ષીય પ્રેમીલાબેન કમજીભાઈ નિનામા પરિવાર સાથે રહેતાં હતાં. 6 વર્ષથી પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં હતાં. ઇચ્છાપોર બાદ તેમને ટ્રાફિક વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી.
પ્રેમીલાબેનને એક 9 વર્ષનો પુત્ર અને 7 માસની દીકરી છે. અચાનક આવી પડેલ આ કાળને કારણે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી. હાલમાં તો પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ માટે મૃતદેહ વતન મહીસાગર લઈ જવામાં આવશે. આ દુઃખદ ઘડીના કારણે પરિવાર અને પોલીસ બેડામાં શોક છવાઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!