પ્રેમ પ્રકરણ માં યુવાન ને મળી તાલિબાની સજા! યુવાન નું અપહરણ કર્યા બાદ દોરડા થી બાંધી ઢોર માર મારતા યુવાન મોત ને ભેટ્યો.
ગુજરાત માંથી હવે બીજા રાજ્યો ની જેમ ખૂન ખરાબ મારામારી ના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે હાલ પાદરા તાલુકા ના ચોકારી ગામે થી એક યુવાન ને પ્રેમ પ્રકરણ માં ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં યુવાન નું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના એ ભારે ચકચાર થવા પામી છે. જાણે કે કોઈ ના મનમાં પોલીસ નો ડર જ ના હોય તેમ ગુનો કરતા જોવા મળે છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે પાદરા તાલુકા ના ચોકારી ગામે રહેતા 20 વર્ષ ના યુવાન જયેશ રાવળ નું પ્રેમ પ્રકરણ માં નામ હોય તેને પહેલા તેના ઘરે થી તેનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કરીને તેને સાડી પહેરવામાં આવી હતી અને ત્યારરબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં જયેશ રાવળ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના નો વિડીયો પણ વાયરલ થયો હતો.
મરનાર યુવક ની બહેને જણાવ્યું કે તેના ભાઈ ને પહેલા ઘરે થી અમુક લોકો ઢસડીને લઇ ગયા હતા બહેન ને પણ માર મારવામાં આવ્યો હતો. જેથી તે બેભાન થઇ ગઈ હતી. અને તે લોકો જયેશ ને મારી નાખવાની વાતો કરતા હતા. આ બાબતે પરિવાર દ્વારા પોલીસ ને ફરિયાદ કરવામાં આવી હતી. અને મરનાર ને આવી રીતે તાલિબાની સજા આપનાર સામે કડક કાર્યવાહી ની માંગ કરી હતી.
પોલીસે આ બાબતે આરોપી કિરણ, મોહન, રમેશ અને કાલિદાસ માળી સામે હત્યા અને અપહરણ નો ગુનો નોંધ્યો હતો. મરનાર યુવક ની લાશ ને પોસ્ટમોર્ટમ કરી ને પરિવાર ને સોંપી હતી. પરિવાર દ્વારા જલ્દી થી જલ્દી ન્યાય ની માંગણી ની વાત કરી હતી. આમ અવારનવાર આવા મારામારી અને હત્યા ના અનેક બનાવો સામે આવતા હોય છે. પોલીસ તંત્ર નો મનમાં કોઈ ને ડર જ ના રહ્યો હોય તેમ ધડાધડ હત્યા કરી નાખે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!