વાહ શું વાત છે !! પ્રેમિકા માટે નહીં પણ આ યુવકે પોતાની માતાના યાદમાં બનાવી નાખ્યો આટલો મસ્ત તાજમહલ, આટલા કરોડોને ખર્ચે બનાવડાવ્યું…
માતા દીકરાનો સબંધ એક એવો સબંધ છે જે પુરખોં તો શું દેવી દેવતાઓના સમયથી ચાલતો આવી રહ્યો છે. દરેક માતા પોતાના સંતાન માટે ઘણું એવું બલિદાન આપતી હોય છે આથી જ દરેકના જીવનમાં માતાનું મહત્વ સર્વોચ્ય માનવામાં આવે છે, એવામાં મા આપણી માટે આટલું કરી શકે તો આપણે પણ તેના માટે કાંઈક કરવું જોઈએ પરંતુ હાલના સમયમાં તમે જોયું જ હશે કે ઘણા એવા સંતાનો હશે જે પોતાને ઘરડા ઘર અથવા તો વૃદ્ધાએ આશ્રમમાં ધકેલી મુક્ત હોય છે.
ખરેખર આવા સંતાનો હોવા કરતા નીસંતાન હોવું વધારે સારું પડે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે એક એવા કિસ્સા વિશે જણાવાના છીએ જેને વિશે જાણ્યા બાદ તમે પણ વખાણ કરતા જ નહીં થાકો. મોટા ભાગના લોકોને ખબર જ હશે કે શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝની યાદમાં તાજમહલ જેવી સુંદર જગ્યા બનાવી હતી એવામાં તમિલનાડુ એક યુવકે પોતાની પત્નીની યાદમાં નહીં પરંતુ માતાની યાદમાં આવો જ તાજમહેલ તૈયાર કરાવ્યો છે.
તમિલનાડુના યુવક દ્વારા બનાવામાં આવેલી તાજમહલ જેવી આવી ઇમારતની તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીરો વાયરલ થતા જ આ આખી કહાની બહાર આવી હતી. જાણવા મળ્યું છે કે વર્ષ 2020ની અંદર અમરૂદીન નામના આ શખ્સની આટાનું નિધન થઇ ગયું હતું જે એવામાં નિધન પામેલી આ માતા પોતાના સંતાન માટે કરોડો રૂપિયા છોડી ગઈ હતી આથી જ સંતાને વિચાર્યું કે આ પૈસા તેના માટે જ તૈયાર થતી ઇમરાતમા ઉપોયગ કરવામાં આવે.
તમલિનાડુના તિરુવરૂર જિલ્લામાં આ તાજમહેલ અમરૂદીન શેખ નામના આ વ્યક્તિએ બનાવ્યો છે, વર્ષ 2020માં તેઓની માતા જેલની બીવીનું મૃત્યુ થયું હતું. અમરૂદીને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમની માતા તેમની દુનિયા હતી આથી તેમાં મૃત્યુથી તેઓને ભારે સદમો લાગ્યો હતો કારણ કે વર્ષ 1989 ની અંદર તેમના પિતાનું મૃત્યુ થઇ ચૂક્યું હતું જે બાદથી તેઓની માતાએ જ તેમનો ખ્યાલ રાખ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે જયારે તેમના પિતાનું નિધન થયું ત્યારે તેઓની માતા ફક્ત 30 વર્ષના હતા એવામાં તેઓ બીજા લગ્ન ન કર્યા અને પોતાના સંતાનો માટે સંઘર્ષ કર્યો.
જે જગ્યાએ અમરૂદીએ પોતાની માતાને દફાનાવી હતી ત્યાં જ તે આ મોટું તાજમહલ જેવી આ મોટી ઇમારત બનાવી દીધી હતી. બિલ્ડરની મદદથી આ તાજમહેલને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવામાં આવ્યા હતા, અમરૂદીનના જણાવ્યા અનુસાર તેમની માતા તેમના માતા પાંચ-છ કરોડ રૂપિયાની સંપત્તિ છોડીનેગયા હતા જે બાદ તમામ સંતાનોની સહમતી સાથે તેઓની માતાને યાદ અપાવે તેવું તાજમહલ બનાવડાવ્યું હતું.
200 જેટલા મજૂરોએ તનતોડ મેહનત કરીને ફક્ત બે વર્ષની અંદર આ તાજમહેલ જેવી મોટી ઇમારત ખડકી દીધી હતી, તમને જણાવી દઈએ કે 8000 વર્ગ ફૂટમાં આ તાજમહલને બનાવામાં આવ્યા હતા. આ જગ્યાએ મુસ્લિમ ભાઈઓ માટે નમાઝ એડા કરવાનું જગ્યા તેમજ તેમની માતા માટેનું એક સ્મારક પણ તૈયાર કરવામાં વાયુ હતું. ખરેખર માતા-પુત્રનો આવો પ્રેમ ક્યારેય નહીં જોયો હોય.