આરોપી સાથે સમજુતી કરવાની ના પડતાં તેણે આ સમાજ સેવક્ને મારી ગોળી જે બાદ પકડાઈ જતા તેણે કહ્યું એવું કે….
મિત્રો હાલ દેશ માં અનેક પ્રકારના ગુનાહિત અને અમાન્વિય પ્રવૃતિઓએ ઘણું જ જોર પકડયું છે. આપણે આવું શા માટે કહીયે છીએ તેમની પાછળ નું કારણ હાલ દેશમા જોવા મળતા અનેક અમન્વિય કૃત્ય છે. આપણે સૌ જાણીએ છિએ કે માનવ જીવન ઘણું મુલ્યવાન છે. અને તે કુદરત ની સૌથી અણમોલ રચના છે. ધરતી પર આવનાર દરેક વ્યક્તિ ની ફરજ અન્ય જરૂરીયાતમંદ લોકો ને મદદ કરવાનો છે.
જો કે હાલ અનેક એવા લોકો છે કે જે આ બાબત સમજતા નથી અને ગુનાહિત ક્રુત્યો કરે છે. હાલના સમય માં લોકો માટે અન્ય વ્યક્તિનુ જીવન કઈ મહત્વ ના ધરાવતું હોઈ તેવું લાગે છે. કારણકે જે પ્રમાણે લોકો અન્ય વ્યક્તિ ની હત્યા કરે છે તેના પરથી તો આવું જ માલુમ પડે છે. જો કે આવા આરોપીઓ ને પોલીસ દ્વારા ઘણી જ આકરી સજા આપવામાં આવે છે.
હાલ આવો જ હત્યા નો બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ એક પહેલા અન્ય વ્યક્તિને ગાડી વડે ટક્કર મારી અને તેનો પગ તોડી નાખ્યા જે બાદ તેના પર લાગેલા કેસ માટે સમાધાન કરવા માટે જ્યારે તેણે આ વ્યક્તિ ને કહ્યું ત્યારે આ વ્યક્તિ એ ના પડતાં તેને ગોળી મારી હત્યા કરી હતી. વળી પકડાઈ ગયા પછી તેણે ઘણી જ અમન્વિય કૃત્ય કર્યું તેણે કહ્યું કે હવે મને મારવો હોઈ તો મારો પરંતુ મારુતો કામ થઈ ગયું. જો આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ પ્રમાણે છે.
આ બનાવ કળીની નજીક આવેલા વિસ્તાર પરમહંસની ઝૂંપડી પાસેની છે. કે જ્યાં બપોરના સમયે આરોપિએ એક વ્યક્તિને ગોળી મારી હત્યા કરી છે. જો વાત મૃત્યુ પામનાર વ્યક્તિ અંગે કરીએ તો તેમનું નામ વિનોદ ભરાડા છે અને તેઓ હાર્ટ્રેન કોમ્પ્યુટર સેન્ટર ચલાવે છે. જો વાત આરોપી અંગે કરીએ તો જણાવી દઈએ કે આરોપી એક ડ્રાઈવર છે અને તેનું નામ દેવ સુનાર ઉર્ફે દીપક છે.
જો વાત કરીએ કે તેણે શા માટે આ વ્યક્તિ ની હત્યા કરી તે અંગે તો જણાવી દઈએ કે આ આરોપી દીપક ઉપર અકસ્માત કેસ ચાલી રહ્યો છે અને તે કેસ બાબતે વિનેદ ભરાડા સાથે સમજૂતી કરવા દબાણ કરી રહ્યો હતો. જેમાં તે સફળ થયો નહીં જેના કારણે તેણે આવું અમાન્વિય કૃત્ય કરિયું વળી આરોપી હત્યા કર્યા પછી હથિયાર બતાવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે તે સમયે વિનેદ ભાઈ ના પડોશીઓએ તેને પકડી લીધો હતો.
પકડી લીધા પછી લોકોએ આ આરોપીને થાંભલા સાથે બાંધી દીધો અને તેને માર મારવા લાગ્યા ત્યારે આરોપી દિપકેકહ્યું કે હવે મને મારી નાખો કારણ કે હવે મારું કામ થઈ ગયું છે. જો કે તે બાદ પોલીસ ને સમગ્ર ઘટના અંગે માહિતી મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
જણાવી દઈએ કે વિનોદ સુખદેવ નગરમાં હાર્ટ્રેન કોમ્પ્યુટર સેન્ટર ચલાવતા હતા તેવામાં એક દિવસ તેમના ઘર પાસે એક પીકઅપે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માત ના કારણે તેનો જમણો પગ તૂટી ગયો હતો. જેની સારવાર ચાલી રહી હતી. આ બાબત માં સમજૂતી માટે દીપક વિનોદ ભાઈ પર દબાણ કરતો હતો જો કે આ અગાઉ પણ વિનોદ ભાઈએ પોલીસને દીપક તરફથી ધમકીની વાત કહી હતી, જો કે આ બાબત અંગે પોલીસ તરફથી કોઈ રક્ષણ મળ્યું ન હતું.
જો વાત વિનોદ ભાઈ અંગે કરીએ તો જણાવી દઈએ કે વિનોદ ભરાડા સમાજ સેવક હતા. તેઓ જરૂરિયાતવાળા બાળકોને મફત માં કોમ્પ્યુટરનું શિક્ષણ આપતા હતા. આ ઉપરાંત તેઓ યુજીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ મફત માં કરી આપતા. જણાવી દઈએ કે વૈશ્વિક મહામારી કરેના ની પ્રથમ સમય ગાળા માં તેમણે ગરીબોના ઘરે જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવાનુ કામ કર્યું હતી. જ્યારે બીજા વખત ના કોરોના, ની લહેર માં તેમણે ઓક્સિજનના ખાલી સિલિન્ડરો વિનમુલ્ય આપીયા હતા.
પરંતુ એક દિવસ જ્યારે વિનોદ ભાઈ નો પુત્ર પરીક્ષા આપવા ગયો હતો અને તેમની પત્ની રસોઈ કરી રહી હતી ત્યારે બપોરના સમયે આ આરોપી તેમના ઘરમાં ઘૂસીઓ અને ગોળીઓ ચલાવી આ બાબત અંગે જાણ થતાં આસ પાડોસ ના લોકો વિનોદ ભાઈ ના ઘરે પહોચ્યાં અને તેને પકડી પડ્યો. તેમના નિધનથી પરિવાર માં શોક નો માહોલ છે. અને લોકો હત્યારા ને કડક સજા આપવા કહે છે.