Gujarat

એક બ્રેન ડેડ બાળકે કર્યું એવું કે જેનાથી ૬ લોકોને નવું જીવન મળ્યું લોકોએ આ બાળકને સલામી આપી, જાણો પૂરી વાત

Spread the love

મિત્રો આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં કોઈ અકસ્માતને લીધે કે કોઈ ઘટનાને લીધે ઈજા પોહ્ચતી હોય છે અમુક વાર આ ઈજા ગંભીર હોય છે જયારે અમુક વાર આવી ઈજા સામન્ય હોય છે એવામાં આ જો આ ઈજાને લીધે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાયતો તે તેની મર્ઝીથી પોતાના અંગનું દાન કરીને ઘણા લોકોનું જીવન બચાવી શકે છે.

આવું જ કઈક આ ૧૪ વર્ષના બ્રેન ડેડ બાળકે કર્યું, આ બાળકે પોતાના જીવથી બીજા ૬ લોકોને નવું જીવન આપ્યું હતું આથી લોકો તેના મૃત્યુ પછી પણ તેને ખુબ યાદ કરી રહી છે. અ બાળકનું નામ ધાર્મિક છે અને તે ગુજરાતના સુરત શહેરનો રેહવાસી છે. ધાર્મિકએ ગુજરાતનો પેહલો એવો વ્યક્તિ છે કે જેનું અંગદન તેના પરિવારએ કર્યું આથી આ અંગ દ્વારા વીજ છ લોકોને નવું જીવન પ્રાપ્ત થયું હતું.

ધાર્મિકના માતા-પિતાએ પોતાની સેહમતીથી તેના સંતાનના અંગોનું દાન કર્યું હતું તમને જણાવી દઈએ કે ધાર્મિકને છેલ્લા ૫ વર્ષોથી કીડનીની બીમારી હતી, આ બીમારી એટલી વધી ગઈ કે દરેક સપ્તાહે ૩ ડાયાલીસીસ થઈ રહી હતી આથી તેને કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવું ખુબ જરૂરી બની ગયું હતું આથી તેઓને સ્ટેટ ઔર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનમાં કીડની માટે પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવ્યા હતા આ પ્રતીક્ષા યાદીની પ્રીક્રિયા પૂર્ણ કરવા માટે તેના માતા-પિતા લાગેલ હતા તે જ દિવસે ધાર્મિકને બ્રેન ડેડ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ધાર્મિક જેવું આ બાળકનું નામ છે તેવી જ રીતે આ છોકરો કામ પણ કરતો ગયો. ધ્રામીકના માતા પિતા ધાર્મિકના મૃત્યુથી ખુબ દુખી હતા પરંતુ તેણે પોતાના દુઃખને સહન કરીને પોતાના બાળકના અંગદાન કરવા માટે તૈયાર થયા હતા ધાર્મિકના માતા પિતા હદય ફેફડા લીવર અનાખ અને હાથો જેવા ઘણા બધા અંગનું દાન કરવા માટે સેહમત થયા હતા. આથી 6 લોકોને નવું જીવન પ્રાપ્ત થયું હતું.

ધાર્મિકના આ અંગો વિશે જાણવા મળ્યું છે કે તેની એક કીડની એક રોગી અને પોતાના હાથનું દાન કરવા વાળો પેહલો દાતા બન્યો હતો. ધાર્મિકના હદયને અમદાવાદ સિઆઇએમએસ હોસ્પિટલ જૂનાગઢમાં ૧૫ વર્ષીય બાળકમાં ફીટ કરવામાં આવ્યું હતું જયારે તેના ફેફડાને ચેન્નઈના એમજીએમ હોસ્પીટલમાં ૪૪ વર્ષીય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું જયારે તેના લીવરને અમદાવાદની જાયડસ હોસ્પીટલમાં ૩૫ વર્ષીય વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આવી રીતે ધાર્મિકએ પોતાના આવા કાર્યથી ઘણા બધા લોકોનો જીવ બચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *