કરીના કપૂરનો દીકરો તૈમુર અલી ખાન પાસે આ પસંદીદા વસ્તુ હોય તો તે પોતાના માતા પિતાને પણ ભૂલી જતો હોય છે, જાણો કઈ કઈ વસ્તઓનો સમાવેશ થાય છે
હાલના સમયમાં કરીના કપૂરને કોણ નથી ઓળખતું. કરીના કપૂરે પોતાના અભિનય અને એક્ટિંગને લીધે લોકના મનમાં પોતાની એક અલગ છાપ ઉભી કરી છે. આ અભિનેત્રીને લોકો ખુબ પસંદ કરે છે એટલું જ નહી આ અભિનેત્રીના લાખો ચાહકો છે. તમને જણાવી દઈએ કે હાલતો આ અભિનેત્રીની કોઈ ફિલ્મ આવી નથી પરંતુ થોડા સમયમાં જ તેની એક ફિલ્મ રીલીઝ થવાની છે.
કરીના કપૂરના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો કરીનાએ મશહુર અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતા અને હવે આ બંને ને બે બાળકો છે જેમાં એક નું નામ તૈમુર છે અને એકનું નામ જેહ છે. આમાંથી તૈમુર ખાન વિશે આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે તૈમુર અલી ખાનનો જન્મ ૨૦ ડીસેમ્બર, ૨૦૧૬ના રોજ થયો હતો. હાલતો તૈમુરએ ૫ વષનો થઈ ગયો છે.
તૈમુરની વાત કરવામાં આવે તો તૈમુરએ ખુબ ક્યુટ છે, એટલું જ નહી તૈમુરને પસંદીદા સ્ટારકિડ્સમાં પણ તેનો સમાવેશ કરવામાં આવે છે. દરેક વ્યક્તિએ તેના લુક અને સ્ટાઈલ પર ફિદા છે પરંતુ શું તમે જાણો છો કે તૈમુર કોના પર ફિદા થાય છે. આજે અમે આ પોસ્ટના માધ્યમથી જ એવી વાત જણાવા જઈ રહ્યા છીએ જેને તમે સાંભળીને ચોકી જશો.
મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં એક બાળકને જન્મ આપ્યો છે જેના વિશે અભિનેત્રી જણાવતા કહે છે કે જેહનો ચેહરો તેના મોટા ભાઈ તૈમુરથી મળતો આવે છે. જણાવી દઈએ કે તૈમુર અલી ખાનને બુક વાંચવાનો ખુબ શોખ છે, તે તરત જ બુકના પેજ ફેરવા લાગે છે, એટલું જ નહી તે રસ્તા પર પણ બુક હાથમાં લઈને નજરે પડ્યા હતા. તૈમુરને અન્ય બાળકોની જેમ જ ચોકલેટ, ટોફી, આઈસ્ક્રીમ ખાવું ખુબ પસંદ છે. તેની આઈસ્ક્રીમ ખાવા વાળી તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે.
તૈમુરને રમવું પણ ખુબ ગમે છે, જો રમતી વખતે તેને કોઈ અટકાવે તો તે તેના પર ધ્યાન આપતો નથી, એટલું જ નહી શાળાના સમયમાં પણ તૈમુરએ રમવાનું ખુબ એંજોય કરે છે. તૈમુરએ ચિત્ર પણ સારા બનાવે છે, હાલમાં જ તે તૈમુર એક દીવાલ પર ડ્રોઈંગ કરતો હોય તેવી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતીની એક મૂર્તિ બનાવી હતી.
કરીનાના લાડલો સંતાન તૈમુરને ચશ્માં અને ગીટાર વગાડવું ખુબ ગમે છે, આમતો તેની પાસે ઘણા બધા મ્યુઝીકના સાધનો છે પરંતુ તે ફક્ત ગીટાર વગાડવાનું પસંદ કરે છે, ઘણી વખત તો તેણે રસ્તા પર ગીટાર સાથે પણ જોવામાં આવ્યો હતો. તૈમુરએ નાવાબ ખાનદાન સાથે તાલુક રાખે છે એટલે સામાન્ય વાત છે કે તેને ઘુડસવારી પસંદ જ હશે.