Gujarat

જાણો રસ્મિતા બહેન રબારી વિશે જાણી અણજાણી વાતો અને તેમના શરૂઆત ના જીવનથી લઈને હાલની જીવન શૈલી વિશે …….

Spread the love

મિત્રો ગુજરાતી ગાયન અને લોક સાહિત્ય ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિ એ ફક્ત દેશમાં જ નહિ પરંતુ હવેતો આખી દુનિયામાં તેનો જલવો અને લોક પ્રિયતા જોવા મળે છે. લોકો ગુજરાતી સંસ્કૃતિ ને વધુ ને વધુ જાણવાની કોશિશ કરે છે. જેની પાછળ ગુજરાતના લોકો ની પોતાની સંસ્કૃતિ પ્રત્યે ની લાગણી અને તેને સાચવી રાખવાની વૃત્તિ જવાબદાર છે. તેમાં પણ હાલના સમય માં લોકો ગુજરાતી ફિલ્મ જગત અને તેમાં પણ ખાસતો ગુજરાતી સંગીત ને વધુ પસંદ કરે છે. ગુજરાતી ફિલ્મ જગત સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે.

વળી જો વાત ગુજરાતી સંગીત વિશે કરીએ તો લોકો ગુજરાતી ફિલ્મી ગીતો ઉપરાંત લોક સંગીત, ડાયરા, ભજનો ઉપરાંત અન્ય ગુજરાતી નાટકો, આખ્યાનો, અને ભવાઈઓ પણ લોકોમાં ઘણીજ લોક પ્રિય છે. જો વાત ગુજરાતી સંગીત વિશે કરીએ તો તેની ધૂમ સમગ્ર વિશ્વમાં છવાયેલ છે. જેની પાછળ ગુજરાતી સંગીતકારો અને ગુજરાતી ગાયકો નો ઘણો મોટો ફાળો છે. આવા કલાકરો સમગ્ર રાજ્ય ઉપરાંત આખા દેશ અને દુનિયામાં પોતાના કાર્યક્રમો કરે છે અને જેમાં અનેક લોકો અને મોટા પ્રમાણમાં જન મેદની જોવા મળે છે.

લોકો પણ ગુજરાતી ગાયકોને ઘણા જ પસંદ કરે છે આપણે અહીં એક એવાજ ગુજરાતી ગાયક વિશે વાત કરવાની છે. કે જેમણે પોતાના અવાજના જાદુથી લાખો લોકોને પોતાના અવાજના દીવાના કરી મૂક્યાં છે. આપણે અહીં રસ્મિતા બહેન રબારી વિશે તેમના સંગીત અને તેમના જીવન વિશે વાત કરવાની છે કે જેના વિશે કદાચ તમે નહિ જાણતા હોવ તો ચાલો આપણે તેમના જીવન અને તેમના શરૂઆતી સંઘર્ષથી લઈને તેઓ આજે જે જગ્યાએ છે તે જગ્યાએ કેવી રીતે અને કેટલી મહેનત બાદ પહોંચ્યા તે તમામ બાબત વિશે માહિતી મેળવીએ.

મિત્રો જો વાત રસ્મિતા બહેનના જન્મ અંગે કરીએ તો તમનો જન્મ 26 એપ્રિલ 1995 ના રોજ થયો હતો. જો વાત તેમના જન્મ સ્થળ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે તેમનો જન્મ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ મંજુ બહેન જયારે તેમના પિતાનું નામ કરણા ભાઈ હતું. આ ઉપરાંત રસ્મિતા બહેન ને બે મોટા ભાઈઓ પણ છે જેમના નામ જયરાજ ભાઈ અને દિપક ભાઈ છે. રસ્મિતા બહેને શરૂઆત ના જીવન માં ઘણા જ પડકારો નો સામનો કરવો પડ્યો હતો.

તેઓ જયારે નાના હતા ત્યારે તેમના પરિવાર સાથે ઘણો જ દુઃખદ બનાવ બન્યો હતો જેમાં એક અકસ્માત ના કારણે રસ્મિતા બહેનના પિતાની આંખો જતી રહી. પિતાની આંખો ચાલ્યા ગયા પછી આખા પરિવારની જવાબદારી માતા મંજુ બહેન પર આવી પડી. જો વાત રસ્મિતા રસ્મિતા બહેનના અભ્યાસ વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે તેમણે ધોરણ 1 થી લઈને 10 સુધી નું ભણતર પોતાના ગામની શાળા માં લીધું છે. તેઓ જયારે નાના હતા અને શાળામાં ભણતા હતા ત્યારથી જ તેમણે શાળામાં પ્રાર્થનાઓ અને ભજનો ગાવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત તેઓ અભ્યાસ દરમિયાનજ તેઓ નાના મોટા કાર્યક્રમો માં ગાતા હતા.

જો વાત તેમના ગાયન કલા વિશે કરીએ તો તેમની આ કલા વિકસાવવા પાછળ સૌથી વધુ મહત્વનો ફાળો માતા મંજુ બહેન અને ગુરુ જમન ભાઈ નો છે. તેમને લોક ગીતો ઉપરાંત લગ્ન ગીતો તેમની માતાએ જ શીખવ્યા હતા. અને તેમને આગળ વધવા માટે ઘણો જ ટેકો આપ્યો હતો. તેમની આ સંગીત યાત્રા આગળ વધારવા માં તેમના ગુરુ નું પણ ઘણું જ મહત્વ નું યોગદાન છે તેમના ગુરુ પાસેથી રસ્મિતા બહેનને સુર અને તાલ અંગે માહિતી મળી. જેના પછી રસ્મિતા બહેન પોતાના ગામ અને આસપાસ ના વિસ્તારોમાં થતા લોક સંગીત અને ભજન ના કાર્યક્રમો માં ભાગ લેવા માંડ્યા.

અને જેના કારણે ધીરે ધીરે તેમનો સ્ટેજનો ડર જવા લાગ્યો. જો વાત રસ્મિતા બહેનના પહેલા કાર્યક્રમ અંગે કરીએ તો તેમનો પહેલો કાર્યક્રમ રાજકોટ ના કાલાવડ તાલુકામાં આવેલા ભગેડી ગામમાં યોજાયો હતો, અને તેમાં પણ તેમનો આ પ્રથમ કાર્યક્રમ લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી ઉપરાંત ભીખુદાન ભાઈ સાથે હતો. જેમાં તેમણે પોતાના સુર ના અવાજ નો એવો જાદુ ફેલાવ્યા કે લોકોના દિલ માં તેમના અવાજનું એક વિષેસ સ્થાન થઇ ગયું. જો વાત તેમના પહેરવેશ અંગે કરીએ તો તેઓ આટલી મોટી લોક ચાહના ધરાવતા હોવા છતાં સાદું જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓ ઝીમી, કાપડું અને ઓઢણી પહેરવા નું પસંદ કરે છે.

હાલ તેઓ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહીત દેશના અનેક રાજ્યો અને શહેરોમાં કરાયકર્મો કરે છે. તેઓ આવા કાર્યક્રમો ઉપરાંત અને આલબમ ગીતોમાં પણ પોતાનો અવાજ આપેલો છે. જેમાં તીર્થ સ્ટુડિયો સાથે ” રાસ રસિયા ” ઉપરાંત નાગલધામ સ્ટુડિયો સાથે ” સૌનો સમય ” અને મેઘા સ્ટુડિયો સાથે ” કાના એક આટોતો આવ ” જેવા અનેક ગીતો સાથે સંકળાયેલા છે રસ્મિતા બહેન એક સારા ગાયકની સાથે એક સારા લોક સેવક પણ છે હાલની કોરોનની પરીસ્થીમાં તેમણે અનેક પરિવારને મદદ કરી હતી. અને લોકોને અનાજ અને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં મદદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *