India

પંજાબ માં એક સ્કૂલ વેન અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં 12 વિધાર્થીઓ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

હાલ આવો જ એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક સ્કૂલ વેન અને એક ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત પશુમેળા ગ્રાઉન્ડ પાસે સર્જાયો હતો. આ અકસ્માત માં બે વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે સ્કૂલ વેના ના ડ્રાઈવર સહિત અન્ય 13 લોકો ને ગંભીર ઈજા પહોંચી હતી. જો વાત આ સ્કૂલ વેન અંગે કરીએ તો આ વેન આદર્શ શાળા કે જે રામનગર માં આવેલી છે તેની હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત લોકોને ભટિંડા અને તલવંડી સાબોની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.

આ ઉપરાંત વધુ એક અકસ્માત અંગે પણ માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે આ અકસ્માત મનસા જિલ્લાના ગુડ્ડી ગામ પાસે સર્જાયો છે. અહીં એક સ્કૂટી અને એક ગેસ સિલિન્ડર લઇ જતી કાર વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં બે વ્યક્તિના મૃત્યુ થયુ હતુ જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જો વાત આ અકસ્માત માં ઈજાગ્રસ્ત અને મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો આ અકસ્માતમાં ગુડ્ડી ગામના ક્રિષ્ના સિંહ અને પ્રદીપ ખાનનું મોત થયું હતું. જ્યારે લેહલ કલાન ગામનો કુલવિંદર સિંહ ઘાયલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *