Gujarat

બગોદરા પાસે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં મૃત્યુ પામેલ જુડોનો ખિલાડી અને કોચની અંતિમયાત્રા નીકળી, આ જોઇને શેહરમાં શોકનો માહોલ છવાય ગયો.

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે વર્તમાન સમયમાં ઘણી બધી માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે તો કોઈ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. એવામાં આવા માર્ગ અકસ્માત ઘટાડવા માટે સરકાર દ્વારા ઘણા કાયદા અને નીતિ-નિયમો ઘડવામાં આવ્યા છે જેના લીધે આ અકસ્માતમાં થોડા અંશેતો ઘટાડો થયો છે. એવામાં આજે અમે એક એવી જ ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ.

વલસાડ જીલ્લમાં તા.૨૬ થી ૨૮ ડીસેમ્બર દરમિયાન થઈ રહેલી રાજયકક્ષાની રમત ગમતની સ્પર્ધામાં ભાગ લઈને રાજકોટ પરત ફરી રહેલા ૧૪ ખિલાડીઓ અને કોચ સહિતનું બોગદરા પાસે આવેલ માર્ગમાં એક ગભીર અકસ્માત થયો હતો જેમાં ૨ ખિલાડીઓ સહિત એક કોચનું પણ મૃત્યુ થયું હતું, જયારે અમુક ખિલાડીઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ રમત ગમતની સ્પર્ધા માટે રાજકોટની આ ટીમએ વલસાડ પોહચી હતી બે દિવસ સુધી આ સ્પર્ધા શરુ રહી હતી ત્યારબાદ આ સ્પર્ધા પૂર્ણ થયા બાદ આ ટીમએ તુફાન જીપના માધ્યમથી રાજકોટ પરત ફરી રહી હતી ત્યારે જ બગોદરા પાસે આ કારએ એક બંધ ટ્રક સાથે અથડામણ થઈ હતી જેમાં ૩ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં જુડો ખિલાડી હર્ષ પઢીયાર, કોચ વિશાલ ઝરીયા અને જુડો ખિલાડી ઇશુની બેખરીયાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

આ ઘટના થયા બાદ ત્યાના લોકોએ તરત જ આ અકસ્માતમાં ઈજા પામેલ ૧૦ ખિલાડી-કોચ સહિતના તમામને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં જાણવા મળ્યું છે કે ૨ ખિલાડીઓની ધનવાન મનસુખભાઈ ગઢિયા અને અંકિત પાલની હાલત ખુબ ગંભીર માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રાજકોટની જસાણી શાળામાં અભ્યાસ કરતા હર્ષ પઢીયાર અને કોચ વિશાલ ઝરીયાનું પાર્થિવ શરીર ઘર આવી પોહચતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *