વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા સાથે કઈક આવી રીતે નવા વર્ષની ઉજવણી, અને કહ્યું કે ‘૨૦૨૧માં અમને સૌથી મોટી…..જુઓ તસ્વીર
વિરાટ કોહલીથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. મિત્રો વિરાટ કોહલી એક મહાન બેટસમેનની સાથો સાથ એક મહાન કેપ્ટન પણ માનવામાં આવે છે. પોતાની બેટિંગને લીધે વિરાટએ પૂરી દુનિયામાં પોતાની એક અલગ છાપ બનાવી લીધી છે. વિરાટના ફક્ત ભારતમાં જ નહી પણ પૂરી દુનિયામાં જબરું ફેન-ફોલોવિંગ ધરાવે છે. તમને જણાવી દઈએ કે વિરાટએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યાં હતા અને હવે તેઓ ૧ દીકરીના માતા પિતા પણ બની ગયા છે, તેની દીકરીનું નામ વામિકા છે જેનો ચેહરો હજી સુધી કોઈને બતાવામાં આવ્યો નથી.
વર્તમાન સમયમાં આ ક્રિકેટર એક વિવાદ સ્પ્રદ વાતને લઈને ખુબ ચર્ચામાં છે. તમને ખબર જ હશે કે દુબઈમાં રમાયેલ ટી-૨૦ વર્લ્ડ કપમાં વિરાટએ છેલ્લી વખત કપ્તાની કરી હતી અને હવે તેની વનડે ટીમની કેપ્ટનસી માંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ વાતને લઈને સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીએ એક ચર્ચાનો વિષય બની ગયા હતા.
એવામાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે કાલે નવા વર્ષનો પ્રારંભ થયો હતો એવામાં આ વર્ષનું સ્વાગત લોકોએ ખુબ ધૂમધામથી કર્યું હતું એવામ મોટા શેહરોમાં ખુબ આતિશબાજી કરવામાં આવી હતી. બોલીવુડના સુપરસ્ટારો, ક્રિકેટરોએ પણ આ વર્ષની ઉજવણી કરી હતી. એવામાં વિરાટએ કોહલીએ પોતાની પત્ની સાથે નવા વર્ષની ઉજવણી કરતા હોય તેવી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ વર્ષની શુભેચ્છા પાઠવતા અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે વિરાટ સાથે પોઝ દઈ રહી હતી અને આ તસ્વીરની સાથે એક ખાસ કેપ્શન લખ્યું હતું કે ‘આ વર્ષે અમને સૌથી મોટી ખુશી પ્રાપ્ત થઈ હતી. આથી વર્ષ ૨૦૨૧નું પુરા દિલથી આભાર.’ આ તસ્વીરમાં જોઈ શકાય છે કે અનુષ્કા અને વિરાટએ કેક સામે ઉભેલ છે, આ કેકમાં હેપ્પી ન્યુ ઈયર ૨૦૨૨ લખ્યું હતું.
તમને જણાવી દઈએ કે અનુષ્કા-વિરાટએ પોતાની દીકરી વામિકાનું ખુબ પ્રાયવસી રાખી હતી અને તેનો ચેહરો કોઈને બતાવ્યો હતો નહી. ઘણી વખત એવું થવા પામ્યું હતું કે ન્યુઝ ચેનલ દ્વારા ઘણી વખત તેની દીકરીનો ચેહરો જોવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા પ્રાપ્ત થઈ નહી. જો અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેણે છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ કરી હતી અને હાલ સોશિયલ મીડિયા રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે હવે તે એક વેબ શોમાં જોવા મળશે.