અંગદાન માટે જાણીતા સૂરત શહેર માંથી ફરી એકવાર અંગદાન નો બનાવ 7 લોકોનો જીવ બચાવી આ મહિલાએ સમાજને આપી નવી દિશા…..
મિત્રો હાલનો યુગ ભલે વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય ગણાય છે પરંતુ હાલના સમય માં એવી ઘણી વસ્તુઓ છે જે વિજ્ઞાન ના સમાજ ની બહાર છે જેમાંથી મનુષ્ય શરીર એક છે વિજ્ઞાન એ ભલે ગમ્મે તેટલી પ્રગતિ કરી લીધી હોઈ પરંતુ માનવ શરીર ના અમુક અંગ તે લગભગ ક્યારેય બનાવી શકશે નહીં.
માટે માનવ ના આવા અંગ જ્યારે ખરાબ થઈ છે ત્યારે તેને આવા અંગો માટે અન્ય વ્યક્તિ પર આધરિત રહેવું પડે છે જોકે હાલનું વિજ્ઞાન એક વ્યક્તિ ના શરીર માંથી એક અંગ અન્ય વ્યક્તિના શરીર માં કઈ રીતે લગાવ્વુ તે અંગેની ખોજ કરી ચૂક્યું છે.
આ ધરતી પર સૌથી વધુ જો કોઈ પુણ્યનું કામ હોઈ તો તે માનવ સેવા છે પરંતુ લોકો માને છે કે સેવા અર્થે ઘણા રૂપિયા કે સતા ની જરૂર પડે છે પરંતુ તમને જણાવી દઈએ કે સેવા માટે ફક્ત સેવાકીય મન અને દ્રઢ નિશ્ચય ની જરૂર છે. આપણે અહીં એક એવા મહિલા વિશે વાત કરશું કે જેણે પોતાના અંગો નું દાન કરી જરુરિયાત મંદ લોકો ની સેવા કરી. તો ચાલો સમગ્ર બનાવ વિશે વિગતે માહિતી મેળવીએ.
આ બનાવ અંગદાન માં આગળ એવા સૂરત શહેરની છે. કે જ્યાં ફરી એકવાર અંગદાન નો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા કે જે 43 વર્ષની છે અને જેમનું નામ આસ્તિકા બહેન જીજ્ઞેશભાઈ પટેલ છે. તેમણે અંગદાન કર્યું છે. તેમણે પોતાના હૃદય અને ફેફસાં ઉપરાંત કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું છે. તેમના આ અંગ દાન ના કારણે સાત વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
જો વાત તેમના અંગદાન પહેલા ના બનાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે એક અકસ્માત માં આસ્તિકા બહેન બ્રેનડેડ જાહેર થયા હતા જે બાદ પરિવાર તરફથી તેમના અંગ દાન માટે સ્વિક્રુતિ મળી હતી. જો વાત તે અકસ્માત અંગે કરીએ તો એક દિવસ જીજ્ઞેશભાઈ પટેલ પત્ની આસ્તિકાની સાથે બાઈક પર બહાર જઈ રહ્યા હતા તેઓ જ્યારે ભીનાર નવસારી રોડ રેલ્વે બ્રીજ પહોંચીયા ત્યારે આસ્તિકા બહેન ગાડી પરથી નીચે પડી ગયા હતા.
જેના કારણે તેમના માથામાં ઈજા પહોંચી હતી જેના કારણે તેમને સારવાર માટે નવસારીની હોસ્પીટલમાં દાખલ કરવામા આવ્યા હતા અહીં પ્રાથમિક ઉપ્ચાર બાદ તેમને વધુ સારવાર માટે સુરતની INS હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેમને બ્રેનડેડ જાહેર કરવામા આવ્યા હતા.
જે બાદ ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી આસ્તિકાના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું પરિવાર તરફથી પરવાનગી મળતા આ દિશામાં કાર્યવાહી હાથ ધરી. જે પૈકી સુરતની INS હોસ્પિટલથી અમદાવાદનું 277 કિ.મીનું અંતર 100 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ અમરેલી 17 વર્ષીય વિદ્યાર્થીનીમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈનું 295 કિ.મીનું અંતર 110 મીનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 56 વર્ષીય મહિલાને કરવામાં આવ્યું છે. આમ અલગ અલગ 7 લોકોના જીવ બચાવ્વામા આવ્યા.