આ ખાસ 9 વ્યક્તિઓને જ સોશ્યલ મીડિયા પર ફોલો કરતા હતા લતા દીદી ! જાણો આ ખાસ સંબંધ….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય આખા દેશ માટે ઘણો દુઃખદ અને શોક યુક્ત છે આપણે થોડા સમય પહેલા જ આપણા દેશના સૌથી સૂરીલી વ્યક્તિ કે જેમને દેશની અવાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા ભારત રત્ન લતા મંગેસ્કર આવે આપણી વચ્ચે નથી. તેવામાં લતા દીદીના નિધનનું દુઃખ આખા દેશમાં છે. ભારત રત્ન લતા દીદીના નિધનથી દેશમાં રાષ્ટ્રીય શોક છે તેવામાં હાલમાં સૌ કોઈ લતા દીદીના જીવન વિશે માહિતી મેળવવા માંગે છે લોકોની ઈચ્છા તેમના વિશે વધુ જાણવાની છે. તેમના કામની શરૂઆત તેમના પરિવાર કોની સાથે તેમનો કેવો સંબંધ હતો આ તમામ બાબત અંગે આજે સૌ કોઈ માહિતી મેળવવા માંગે છે.
આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી લતા દીદી બોલીવુડથી દૂર હતા. અને સંગીત ક્ષેત્રમથી પણ તેઓ તેમની તબિયત ના કારણે તેઓ દૂર હતા તેવામાં હાલમાં 92 વર્ષની ઉંમરે તેમણે આપણને અલવિદા કહ્યું છે કે જે ઘણી જ દુઃખદ બાબત છે. જો કે આપણે અહીં તેમના ખાસ 9 વ્યક્તિના સાથે સંબંધ વિશે વાત કરવાની છે. મિત્રો જણાવી દઈએ કે લતા દીદી બૉલીવુડ થી ભલે દૂર હતા પરંતુ તેઓ સોશ્યલ મીડિયા પર ઘણા સક્રિય હતા.
તેઓ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર નો પણ ઉપયોગ કરતા હતા. જણાવી દઈએ કે લતા દીદી ઇન્સ્ટાગ્રામ પર માત્ર 6 લોકોને જયારે ટ્વીટર પર માત્ર 9 લોકોને જ ફોલો કરતા હતા. જો વાત આ નવ વ્યક્તિઓ વિશે કરીએ તો તેમાં સૌથી પહેલું નામ આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું નામ છે. જાણવી દઈએ કે નરેન્દ્ર મોદી અને લતા દીદી વચ્ચે ઘણા સારા સંબંધ હોવાનું જણવા મળ્યું છે. તેઓ ઘણી વખત એક બીજાને મળતા પણ હતા. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લતા મંગેસ્કરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા. અને લતા દીદીને સોશ્યલ મીડિયા પર પણ શ્રદ્ધાંજલિ આપી હતી. જણાવી દઈએ કે લતાજી પીએમ ને ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર બંને જગ્યાએ ફોલો કરતા હતા.
આ ઉપરાંત સદીના મહાનાયક અને બોલીવુડના સહેનશા પણ લતાજીના નિધન બાદ શોકમાં છે. આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચનું ઘણું પ્રભુત્વ છે. તેવામાં તેમને લતાજીના અવસાન અંગે માહિતી મળતા તેઓ તુરંત પુત્રી સ્વેતા સાથે લતાજીના ઘરે તેમને શ્રદ્ધાંજલી આપવા આવ્યા હતા જણાવી દઈએ કે લતા દીદી અમિતાભ બચ્ચનને ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ ફોલો કરતા હતા.
આ ઉપરાંત લતાજી ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ બંને જગ્યાએ ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકર ને પણ ફોલો કરતા હતા. જણાવી દઈએ કે લતાજીના નિધન બાદ સચિન તેમની પત્ની સાથે શિવાજી પાર્ક માં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા. ઉપરાત તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ પણ લખી હતી અને પોતાને ભાગ્યશાળી માનતા હતા કે તેમણે લતાજીના જીવનનો ભાગ બનવા મળ્યું. ઉપરાત તેમણે જણાવ્યું કે લતાજી અને તેમના વચ્ચે માતા અને સંતાન જેવો સંબંધ હતો.
જો વાત લતા દીદીના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે લતાદીદીને ત્રણ બહેન અને એક ભાઈ છે જે પૈકી તેમના નાના ભાઈનું નામ હૃદયનાથ મંગેસ્કર છે. કે જેઓ એક સંગીતકાર છે. જણાવી દઈએ કે ભાઈ હૃદયનાથ મંગેશકરે જ લતાદીદીને મુખા અગ્નિ આપી હતી. જણાવી દઈએ કે લતા દીદી તેમને ટ્વીટર પર ફોલો કરતા હતા.
ઉપરાંત જો વાત તેમની બહેનો વિશે કરીએ તો જણાવી દઈએ કે મોટી બહેનના નિધનથી નાની બહેન આશા ભોંસલે ઘણા જ શોક માં છે. તેમણે એક ક્ષણ માટે પણ બહેનના પાર્થિવ શરીરથી દૂર નહોતા થયા. આ સમયે બહેનને ખોવાનું દુઃખ તેમના મોં પર સાફ નજરે પડતું હતું. આપણે સૌ જાણીએ છીએ કે આશાજી પણ બોલીવુડના ઘણા લોકપ્રિય ગાયિકા છે. અને તેમણે અનેક હિટ સોંગ આપ્યા છે. જોવે લતાજી આશા ભોંસલે ને પણ ટ્વીટર પર ફોલો કરતા હતા.
સાથો સાથ જો વાત તેમના બીજા બહેન ઉષા મંગેશર વિશે કરીએ તો તેમણે પણ અમુક ગીત બહેન સાથે ગયા છે, પોતાની મોટી બહેનના નિધનથી દુઃખી ઉષા મંગેશકર પણ શિવાજી પાર્ક આવ્યા અને ભારે હૈયે અને ભીની આંખે બહેનને અંતિમ વિદાઈ આપી. જણાવી દઈએ કે લતાજી ઉષા મંગેશરને પણ ટ્વીટર પર ફોલો કરતા હતા.
આ ઉપરાંત તેઓ આશા ભોંસલે ની પૌત્રી જનાયા ભોંસલે મેં પણ ટ્વીટર પર ફોલો કરતા હતા જાનાયાએ સોશ્યલ મીડિયા પર તેમનો અને લતા દીદીનો ફોટો સાથે મૂકીને તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને પોતાના જીવનનો ભાગ બનાવવા બાદલ આભાર માન્યો હતો સાથે એ પણ જણાવ્યું હતુંકે આપણે કેટલી મોટી ખોટ થઇ છે. અને અંતમાં સ્વર કોકિલાને આખરી વિદાઈ આપી.
આ ઉપરાંત તિબેટ ના બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામા ને પણ તેઓ ટ્વીટર પર ફોલો કરતા હતા. જણાવી દઈએ કે લતા દીદીના મૃત્યુ ને લઈને દલાઈ લામા ના ટ્વીટર પર કોઈ પોસ્ટ જોવા મળી નથી.
આ ઉપરાંત હેમામાલિની ને પણ લતાજી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હેમામાલિની બોલીવુડના ઘણા જ સફળ અભિનેત્રી છે. અને લતાજીએ તેમના માટે અનેક ગીતો ગયા છે. તેવામાં લતાજીના અવશાન પર હેમામાલિની ઘણા ભાવુક હતા તેમણે અમુક મીડિયા ચેનલ સાથે વાત કરતા પોતાનો અને લતાજીના સંબંધ વિશે પણ માહિતી આપી અને જણાવ્યું કે 6 જાન્યુઆરીનો દિવસ આમારા માટે કાળો દિવસ છે. કારણકે બોલીવુડના આટલા મોટા સિંગર આપણા વચ્ચેથી ચાલ્યા ગયા.
જણાવી દઈએ કે લતાજી બોલીવુડના સુપર સ્ટાર પૈકી એક એવા ધર્મેન્દ્ર ને પણ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હતા.જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ પણ સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાની અને લતાજીની તસ્વીર સેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. અને તેમની આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરી.
જણાવી દઈએ કે લતા દીદી બાંદ્રા વેસ્ટ મુંબઈ માં આવેલા iAzure એપલ સ્ટોરને પણ ટ્વીટર પર ફોલો કરતા હતા જો કે આ હેન્ડલ પરથી અત્યાર સુધીમાં લતાજીના અવશાનને લઈને કોઈ પોસ્ટ થઇ નથી.