India

ઊર્ફી જાવેદ કદી મુસ્લિમ યુવક સાથે લગ્ન નહી કરે, તેણે આવું એક ખુલાસામાં જણાવ્યું, આ પાછળનું કારણ જણાવતા તે કહે છે કે…..

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જણીએ છીએ કે બોલીવુડના ઘણા બધા એવા સુપ્રસ્સીધ સ્ટારો છે જે પોતાની કોઈના કોઈ બાબતને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, એટલું જ નહી ટેલીવિઝન રીયાલીટી શોના એવા ઘણા સુપ્રસિદ્ધ સ્ટારો છે જે સોશિયલ મીડિયા પર ચર્ચામાં હોય છે. એવામાં બિગબોસ શોની ઊર્ફી જાવેદએ પોતાના કપડાના સેંસને લઈને ખુબ ચર્ચામાં રેહતી હોય છે, એટલું જ નહી તે તેના અમુક ખુલાસાઓને લીધે પણ ચર્ચાનો વિષય બની ગયેલ હોય છે.

હાલમાં જ તેણે એક એવો ખુલાસો કર્યો હતો જેમાં તે કહી રહી હતી કે જયારે હું બોલ્ડ લુકમાં હોવ છુ ત્યારે  તેનો સમાજ તેનો અસ્વીકાર કરે છે અને તે આગળ જણાવે છે કે તેનું બોલીવુડમાં કોઈ ગોડફાધર પણ નથી અને સૌથી મોટી વાતતો એ છે કે તે એક મુસ્લિમ યુવતી છે. ટુડે ઇન્ડિયા ડોટ ઇન સાથેની વાતચીતમાં ઊર્ફી જાવેદ જણાવે છે કે ,’ હું મુસ્લિમ યુવતી છુ. હવે મારા સોશિયલ મીડિયા પર લોકો મને ગંદા કમેન્ટ કરતા હોય તો તે છે મુસ્લિમ લોકો. તેઓ બધાને લાગે છે કે હું ઇસ્લામની છાપ ખરાબ કરી રહી છુ, બધા મારથી નફરત કરે છે.

ઊર્ફી જાવેદ જ્યારે એક મીડિયા રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે તમે તમારા સમુદાય સિવાય ક્યાં સમુદાયમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવો છો? તો આ સવાલો નો જવાબ આપતા આ અભિનેત્રી જણાવે છે કે ‘હું કડી મુસ્લિમ સમાજના યુવક સાથે લગ્ન કરીશ નહી.’ હું ઇસ્લામ ધર્મમાં વિશ્વાસ નથી કરતી અને બીજા એક પણ ધર્મને અનુસરતી પણ નથી આથી મને કોઈ પ્રકારની ચિંતા નથી કે હું કોને પ્રેમ કરું છુ, હું ગમે તેની સાથે લગ્ન કરી શકું છુ.

ઊર્ફીનું કેહવું છે કે કોઈ પણ વ્યક્તિને ધર્મ માનવા માટે દબાણ કરવું જોઈએ નહી, બધાને એટલી સ્વતંત્રતા મળવી જોઈએ કે ગમે તે ધર્મને અનુસરી શકે અને સ્વતંત્ર રીતે જીવન જીવી શકે. તે આગળ જણાવે છે કે ‘મારા પિતાએ ખુબ રૂઢીચુસ્ત વ્યક્તિ હતા, જયારે હું ૧૭ વર્ષની હતી ત્યારે તેણે મને અને મારા ભાઈ-બહેનને અમારી માં પાસે એકલા મૂકી દીધા હતા. ઊર્ફી જણાવે છે કે મારા ભાઈ બહેનએ ઇસ્લામ ધર્મને માને છે જયારે હું આ ધર્મને અનુસરતી નથી, આવું જ હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને કોઈ ધર્મ પાળવા માટે કોઈ પ્રકારનું દબાણ કરવું જોઈએ નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *