એક અકસ્માત મા જીવ બચ્યો તો બીજા અકસ્માત મા ભાઈ ની નજર સામે જીવ ગયો
આજકાલ રાજ્યમાં અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી રહી છે. અને અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે આણંદ જિલ્લાના ધર્મજ થી તારાપુર હાઇવે પર આવેલા જલારામ મંદિર નજીક શનિવારના રોજ મધ્ય રાત્રે એક અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ સુરત થી અમરેલી વતનમાં નાના ભાઇના લગ્નની તૈયારીઓ કરવા માટે પોતાની કાર લઇને બે ભાઈ સહિત કુટુંબના દાદા નું અકસ્માત થયું હતું. ભારતની માહિતી મુજબ આ અકસ્માતમાં સૌપ્રથમ કાર સાથે એક ગાય ટકરાઈ અને ત્યારબાદ ફૂલ ઝડપે આવેલી ખાનગી બસ સાથે ટકરાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં કારમાં સવાર નાના ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ખાનગી બસ ચાલક અને ઘટના સ્થળે જ બસ મૂકીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં કારમાં સવાર લોકોની જાણકારી સામે આવી છે.
સુરતના કામરેજ પાસે આવેલા દેરોદ ગામની ધર્મનંદન સોસાયટીમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મંડેર ગામના વતની લલીતભાઈ પ્રાગજીભાઈ તતી તેમના નાનાભાઈ અલ્પેશભાઈ અને તેમના કુટુંબની દાદા નારાયણભાઈ કાનજીભાઈ તેઓ 28 તારીખના રોજ મોડી રાત્રે પોતાની કાર લઇને નાના ભાઈ અલ્પેશ ના લગ્નની તૈયારી માટે અમરેલી જઈ રહ્યા હતા.
તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાં સવાર નાના ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
અને બાકી મોટાભાઈ અને દાદાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બસ ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.