એમબીબેસમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ આત્મહત્યા કરી આત્મહત્યા કરવાનું શું કારણ હોઈ શકે છે? જાણો પૂરી ઘટના
મિત્રો આપણે સમાચાર પત્રો કે ટીવીમાં આવતા સમચાર દ્વારા આપણે જોતા જ હશું કે રોજબરોજની કેટલી બધી એવી ઘટનાઓ બનતી હશે જેમાં લોકો મૃત્યુ પામતા હોય છે અને ઘણા બધા લોકોએ આત્મહત્યા કરતા હોય છે. દેશમાં હાલના સમયમાં આત્મહત્યા કરનારની સંખ્યામાં ખુબ વધારો થયો છે.
તમને જણાવી દઈએ કે આત્મહત્યા કરનાર દરેક વ્યક્તિનું આત્મહત્યા કરવાનું કારણ અલગ અલગ હોય છે,જેમ કે આર્થિક તંગી, ટેન્શન અને પ્રેમ જેવા કારણો ને લીધે લોકો આત્મહત્યા જેવું ખરાબ પગલું ભરતા હોય છે. એવામાં આજે અમે આ લેખના માધ્યમથી એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક એમબીબીએસ કરતી વિધાર્થીનીએ આત્મહત્યા કરીને પોતાનો જીવ લીધો હતો.
આ ઘટના દેશની રાજધાની દિલ્હીના મૌલાના આજાદ મેડીકલ કોલજની છે, જેમાં મેડીકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિધાર્થીનીએ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને થોડો પણ સમય લીધા વગર આ ઘટનાની તપાસ કરવાનું શરુ કર્યું હતું.
આ વિધાર્થીનીનું નામ દિવ્ય યાદવ છે અને તેની ઉમ ૧૯ વર્ષ જાણવા મળી છે. પોલીસ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે આ વિધાર્થીનીનું પ્રથમ વર્ષનું પરિણામ આવ્યું હતું જેમાં દિવ્ય યાદવએ બે વિષયમાં નાપાસ થઈ હતી આથી આ વાતને લઈને આ વિધાર્થીની ખુબ ડિપ્રેશનમાં હતી આથી તેણે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું. પોલીસનું કેહવું છે કે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આ વિધાર્થીનીએ મેડીકલ ક્ષેત્રમાં ઓલ્ડ ગર્લ્સ હોસ્ટેલના બીજા માળે રૂમ નંબર ૬૪ માં પોતાના પાર્ટનર સાથે રેહતી હતી.
આ ઘટનાની જાણ ત્યારે થઈ જયારે આ વિધાર્થીનેએ પોતાના રૂમમાંથી બહાર ન નીકળી આથી હોસ્ટેલના સ્ટાફેએ ધક્કા મારીને રૂમના દરવાજા ને ખોલ્યોતો દિવ્યાનું મૃત શરીરી પંખા સાથે લટકતું જોવા મળ્યું હતું,ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસની તપાસ દરમિયાન મૃત વિધાર્થીનીની પોતાના પરિવાર માટે એક નોટ પણ છોડ્યો હતો. પોલીસએ તેનો ફોન પણ જપ્ત કરી લીધો છે અને તેના દ્વારા આગળની તપાસ થઈ રહી છે.
મિત્રો હવે આ ઘટના વિશે તમને એક એવી વાત જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે સાંભળીને ચોકી જશો. તમને જણાવી દઈએ કે આ વિધાર્થીનીએ પોતાના રૂમમાં નહી પણ બીજાના રૂમમાં આત્મહત્યા કરેલ છે. આ વાતને લઈને પોલીસને થોડી શંકા પણ છે કે આ એક પ્રકારનું મર્ડર પણ હોય શકે છે. આ ઘટનાની તપાસ હાલ બધી રીતે કરવામાં આવી રહી છે.