National

એવું તો શું થયું કે યાત્રીઓ પ્લેનમા બેસવાના બદલે તેને ધક્કો મારવા લાગ્યા કારણ જાણીને તમે પણ પોતાની……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજીનો છે. હાલના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા અનેક પ્રકારના અવનવા સંશોધનો કરવામાં આવ્યા છે. આવા સંશોધનો ની મદદથી માનવ જીવન ઘણું સરળ બની રહ્યું છે. તેમાં પણ જો કોઈ આવિષ્કાર સૌથી વધુ ઉપયોગી થયો હોય તો તે ટાયરનો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા તમામ લોકોના જીવનમાં પરિવહન કેટલું મહત્વનું છે. આપણે સૌ જાણીએ છિએ કે વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ અનેક કામ માટે જવું પડતું હોય છે. અગાઉના સમયમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો પગપાળા કે પશુઓનો ઉપયોગ કરતા હતા. ત્યારબાદ ધીરે ધીરે તેમાં અનેક પ્રકારના સંશોધનો થવા લાગ્યા અને અનેક પરિવહનના સાધનો બનાવવા લાગ્યા. જો કે શરૂઆતના સમયમાં પરિવહન નો સમયગાળો ઘણો લાંબો થઈ જતો હતો.

જે બાદ ટેકનોલોજી માં આવતા સતત ફેરફારને કારણે અનેક એવા પરિવહનના સાધનો શોધાના કે જેના મદદથી માનવી માટે એક સ્થળેથી બીજા સ્થળે નું પરિવહન કરવું ઘણું જ સરળ, સસ્તુ અને સમય બચાવી તેવું થયું. માનવીની આવી શોધો પૈકી એક મહત્વની શોધ વિમાન છે. કે જે લોકોને હવાઈ પરિવહન સેવા પૂરી પાડે છે. પરંતુ હાલમાં આવા એક વિમાનને લઈને એ જ ઘણું જ રમુજી કહી શકાય તેવો કિસ્સો જોવા મળ્યો છે. આ કિસ્સા અંગેની વિગતો આ પ્રમાણે છે.

મિત્રો આપણે અવારનવાર એવા બનાવો જોયા હશે કે જ્યા ટ્રક કે ગાડી પંચર થઈ જાય અથવા તેમાં ખામી આવે ત્યારે લોકો તેને ધક્કો મારીને રીપેરીંગ માટે લઇ જાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પ્લેનનું ટાયર પંચર થઈ જાય અને લોકોએ તેને ધક્કો મારી ને દૂર લઇ જાય. પણ હાલ આવોજ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં લોકો દ્વારા એક પ્લેન ને ધક્કો મારવામા આવી રહ્યું છે.

જો વાત આ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો જાણવી દઈએ કે આ બનાવ નેપાળમાં બનયો છે. અહીં રન્વે પર એક પ્લેન ઘણા સમયથી પડ્યું હતું અને નેપાળના કોલ્ટીના બાજુરા એરપોર્ટ પર મુસાફરોથી ભરેલું વિમાન લાંબા સમય સુધી હવામાં આમ તેમ ફરી રહ્યું હતું. આ જોઈને પ્લેનમા બેસેલા લોકો ને શંકા થઈ કે આ પ્લેન જમીન પર કેમ નથી ઉતરી રહ્યું.

જે બાદ તેમને માહિતી આપવામાં આવી કે આ પ્લેન ને જે રનવે પર ઉતારવાનું છે ત્યાં અગાઊથી જ એક અન્ય પ્લેન પાર્ક છે અને લોકો તેને ધક્કો મારી રહ્યા છે. જણાવી દઈએ કે રન્વે પર ઉભેલ આ પ્લેન નેપાળની તારા એરલાઇનનું છે.

હવે તમને વિચાર આવશે કે શા માટે લોકો આ પ્લેનને ધક્કો મારી રહ્યા હશે ? તો તમને જણાવી દઈએ કે આ પ્લેનનું વ્હીલ ફાટી ગયું હતું. જેના કારણે આ પ્લેન તેની જગ્યાએથી ખસી શક્યું ન હતું. જેને જોઈને લોકો પ્લેનને રનવે પરથી દૂર કરવા માટે ધક્કો મારી રહ્યા હતા કે જેથી અન્ય પ્લેન અહીં લેન્ડ થઈ શકે. લોકોએ ધક્કો મારીને આ પ્લેન ને દૂર કર્યું જે બાદ અન્ય મુસાફરોથી ભરેલું વિમાન તે રનવે પર ઉતરવામાં સફળ રહ્યું હતું. ત્યાં ઉભેલા એક મુસાફરે જણાવ્યું કે આ પ્લેન સિમ કોર્ટથી બાજુરા એરપોર્ટ પર લેન્ડ થયું હતું. પરંતુ રનવેથી ટેક્સી વે તરફ જતી વખતે આ પ્લેનનું પાછળનું વ્હીલ ફાટ્યું અને પ્લેન પોતાની જગ્યાએ ઉભું રહી ગયું. આ કારણે રનવે જામ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *