કરુણતા તો જુવો 70 વર્ષિય પતિ પત્ની ને ખંભા પર ઉજચી હોસ્પીટલે લઈ ગયા પણ જીવના બચ્યો
મહારાષ્ટ્રના નંદુબાર જિલ્લાના ચાંદસૈલી ઘાટ ગામમાં બુધવારે એક ખૂબ જ દુઃખદ ઘટના બની. જ્યાં વરસાદ અને લેન્ડ્સલાઇડને કારણે બંધ પડેલા રસ્તાને કારણે એક વૃદ્ધ પોતાની પત્નીને ખભા પર લાદી હોસ્પિટલ ચાલતા લઇ ગયા તેમણે 4 કિમી સુધી રસ્તો પણ કાપ્યો પણ પત્નીએ રસ્તામાં જ દમ તોડી નાખ્યો. ચાંદસૈલી ઘાટમાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું. ત્યાર પછી તેનો મુખ્ય રસ્તાથી સંપર્ક ટૂટી ગયો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે 70 વર્ષીય અદલ્યા પાડવીની 65 વર્ષીય પત્ની સિદલીબાઇની તબિયત ખૂબ જ ખરાબ થઇ ગઇ. તેમને હાઇ ફીવર હતો. ગામ સુધી કોઇ ગાડી આવી શકે એમ નહોતી. પત્નીની સ્થિતિ સતત ખરાબ થઇ રહી હતી. એવામાં અદલ્યા ખભા પર ઉઠાવીને પત્નીને હોસ્પિટલ પહોંચાડવાનું મન બનાવ્યું. પત્નીને બચાવી ન શક્યા
પત્નીને કાંધ પર લાદી અદલ્યા લગભગ 4 કિમી સુધી ચાલ્યા. ઉંમર વારે વારે જવાબ આપી રહી હતી. તેઓ રસ્તા પર ઘણીવાર પત્નીને બેસાડવા માટે મજબૂર બન્યા. જોકે તેમની આ કોશિશ નિષ્ફળ થઇ ગઇ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટરે તેમની પત્નીને મૃત જાહેર કરી દીધી. ડૉક્ટરે જણાવ્યું કે હાઇ ફીવર હોવાને કારણે મહિલાએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
આ ઘટનાથી ચાંદસાલીના આદિવાસી સમુદાયના લોકો શોકમાં છે. આ કેસની ખાસ વાત એ છે કે આદિવાસી વિકાસ મંત્રી કેસી પડવી પણ આ વિસ્તારમાંથી જ આવે છે. આ વિસ્તારમાં કોઇ રસ્તો નથી.ભૂસ્ખલનને કારણે લગભગ દરવર્ષે આ વિસ્તાર બંધ થઇ જાય છે. હજારો આદિવાસીઓએ ઘણાં દિવસો સુધી પોતાના ગામમાં જ કેદ રહેવું પડે છે. અહીં સ્વાસ્થ્ય સુવિધા પણ નથી. માટે લોકોએ નંદુબાર, તલૌદા ધડગાવ સુધી સારવાર માટે જવું પડે છે.
ઢાડગામમાં 132 કેવી સબ સ્ટેશન માટે એક ટાવર બનાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આના નિર્માણ પહેલા પથ્થર તોડવા માટે વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને કારણે અહીંના પહાડો નબળા પડી રહ્યા છે અને તે હળવા વરસાદમાં જ સરકી જાય છે.નિયમ અનુસાર બ્લાસ્ટિંગ પહેલા રસ્તા કિનારાઓની પહાડીઓને લોખંડની જાળીથી ઢાકવામાં આવવી જોઇએ. જોકે સ્થાનીય લોકોની ફરિયાદ છે કે કોન્ટ્રાક્ટરો આ પ્રકારની કોઇ સાવચેતી રાખી રહ્યા નથી.