કષ્ટભંજનદેવના આ વાઘા બનાવવા માટે લાગ્યો 8 મહિના નો સમય જાણો આ વાઘા અંગે ની ખાસ બાબતો અને જુઓ વાઘા નો ભવ્ય વિડીયો….
મિત્રો હનુમાનજી આપણે સૌ જાણીએ છીએ અને લોક માન્યતા પ્રમાણે હનુમાનજી કળયુગ માં પણ અજર અમર દેવ તરીકે પૂજાઇ છે. પવન પુત્ર હનુમાન પોતાના ભક્તો ને સતત વહારે આવે છે. જે લોકો પણ સાચા મનથી દાદા ને યાદ કરે છે તેમની મદદ દાદા જરૂર કરેજ છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાનજી અનેક વિધ્યાઓ અને અનેક સિદ્ધિ ઉપરાંત તકતો ના માલિક છે. જે પણ લોકો હનુમાનજી ની પૂજા કરે છે તેમને જીવન માં કોઈ પણ પ્રકાર નો ભઈ રહેતો નથી.
તેમાં પણ દાદા ની પૂજા માટે હાલ ના સમય માં લોકો ની શ્રદ્ધા અને આસ્થાનુ કેન્દ્ર સાળંગપુર હનુમાનજી મંદિર બન્યું છે. આજે આપણે અહીં મંદિર માં દિવાળી નિમિતે દાદા ને પહેરવ્વમા આવેલા વાઘા વિશે વાત કરવાની છે. અને તેના અંગે માહિતી મેલ્વ્વનિ છે. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.મિત્રો તમને જણાવી દઈએ કે દિવાળી નિમિતે કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજાર પ્લસ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા. જે અંગેના ફોટા અને વિડીયો લોકો માં ઘણા વાયરલ થયા છે આપણે પણ તે વિડીયો જોશું.જો વાત આ વાઘા ની બનાવટ વિશે કરીએ તો આ વાઘાનું કુલ વજન 15 કિલો છે. જ્યારે દાદાને પહેરાવ્વમા આવેલા મુગટમાં 7000 હિરાઓ જ્યારે કુંડળમાં 3000 હીરાઓ લગાવવામાં આવ્યા છે.
જો વાત આ વાઘા ની વિશેષતા અંગે કરીએ તો આ વાઘા માં 1 લાખ 8 હજારથી પણ વધુ અમેરિકાના હિરાઓનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત આ વાઘામાં 200 જેટલા રિયલ ડાયમંડ અને 100 ગ્રામ રોડિયમ નો ઉપયોગ થયો છે. જો વાત માણેક અંગે કરીએ તો આ વાઘા માં 200 જેટલા માણેક ઉપરાંત 200 જેટલા પન્નાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તેમાં 14 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે. જો વાત આ વાઘાના વજન અંગે કરીએ તો તેનું કુલ વજન 15 કિલો છે.
આ ઉપરાંત આ વાઘામાં મુગટ અને કલગી ઉપરાંત કુંડળ, ગળાબંધ, સુરવાલ ની સાથો સાથ રજવાડી સેટ અને મોજડી ઉપરાંત કંદોરો પણ છે. તમને જણાવી દઈએ કે આ વાઘામાં થ્રીડી વર્ક ઉપરાંત બિકાનેરી મીણો અને પેઈન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્કની સાથો સાથ એન્ટિક વર્ક પણ કરાયુ છે. વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઈન કરવામાં આવ્યા છે.
આ વાઘા મંદિરને વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ અને મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી ઉપરાંત હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે જ્યારે આ વાઘાનૂ સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. જો વાત તેની બનાવટ અંગે કરીએ તો આ વાઘા અમદાવાદના હરિકૃષ્ણ જ્વેલર્સના પ્રદીપભાઈ સોનીએ ડિઝાઈન કરીને બનાવ્યા છે.