ગુજરાત ના આ વેપારી પિતાએ પોતાની બે માસ ની પુત્રી માટે જે કર્યું તેણે સમાજ માં એક નવી…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી પોતાના આખા જીવન દરમિયાન અનેક લોકો સાથે સંબંધ બનાવે છે. આવા સંબંધો પૈકી માતા પિતા અને બાળકો નો સંબંધ ઘણો જ વિષેશ છે. દરેક માતા પિતા માટે પોતાનું બાળક અને દરેક બાળક માટે પોતાના માતા પિતા ઘણું મહત્વ ધરાવે છે. જ્યારથી પણ કોઈ દંપતિ લગ્ન કરે છે. તે બાદ તેમની ઇચ્છા સારા માતા પિતા બનવાની હોઈ છે.
માતા પિતા ઇચ્છે છે કે પોતાનું બાળક આગળ વધે અને તે જીવન માં દરેક સુખ મેળવે. આ માટે માતા પિતા અનેક પ્રયત્ન કરે છે. તેવામાં માતા પિતા અને બાળક ને લાગતો એક એવો બનાવ સામે આવ્યો છે. જે માતા પિતાના પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. જણાવી દઈએ કે આ ઘટના ગુજરાત રાજ્યના સુરતના સરથાણાની છે અહીં રહેતા વિજય કથેરિયાએ તેમની બે મહિનાની પુત્રી નિત્યાને ભેટમાં ચંદ્ર પર જમીન આપી છે.
જો વાત વિજય ભાઈ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ બિઝનેસમેન છે અને હાલમાં સરથાણામા કાચનો વેપાર કરે છે, તેમનો જન્મ સૌરાષ્ટ્રમા થયો છે. પરંતુ વર્તમાન માં તેઓ સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. જણાવી દઈએ કે ચંદ્ર પર જમીન ખરીદવી સરળ કામ ન હતુ, તેમણે જમીન ખરીદવા માટે ન્યૂયોર્ક ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીને ઈમેલ મોકલ્યો હતો જે બાદ આ કંપનીએ તેમની અરજી સ્વીકારી હતી.
જણાવી દઈએ કે નિત્યાનો જન્મ બે મહિના પહેલા વિજય કથેરિયાના ઘરે થયો હતો. આ સમયે વિજય ભાઇએ વિચાર્યું હતું કે તેઓ પોતાની પુત્રીને કોઈ ખાસ ભેટ આપશે. જેના કારણે તેમણે પુત્રીને આવી અનોખી ભેટ આપી.
જો કે વિજય કથેરિયા ચંદ્ર પર જમીન ખરીદનાર પ્રથમ ઉદ્યોગપતિ છે. આ ઉપરાંત નિત્યા વિશ્વની સૌથી નાની છોકરી છે, જેની પાસે ચંદ્ર પર પોતાના નામ ની જમીન છે. આ બાબત અંગે આગામી દિવસોમાં કંપની દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.