India

ગ્રામ પંચાયત ની બેદરકારી ના કારણે ગયો એક માસુમ બાળકીનો જીવ ! બાળકી પર દિવાલ પડતા સર્જાયેલ અકસ્માત ના કારણે…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં જે પ્રકારની શાસન વ્યવસ્થા છે તેમાં અલગ અલગ સ્તર ઉપર કાર્ય કરવા માટે અનેક વિભાગો અને અનેક સંસ્થાઓ છે. કે જેમણે પોતાના વિસ્તારના લોકો અને તે વિસ્તારનો વિકાસ કરવાનો હોઈ છે. તેવામાં આવા વિસ્તારની સંભાળ લેવાની જવાબદારી આવી સંસ્થાઓ કે વિભાગ ની રહે છે. પરંતુ ઘણી વખત આવું પ્રસાશન પોતાના કામમાં નિષ્ફળ સાબિત થતું હોઈ તેવું લાગે છે.

હાલ આવા જ એક દુઃખદ અકસ્માત વિશે માહિતી મળી રહી છે. કે જ્યાં ગ્રામ પંચાયત ની બેદારકારીના કારણે એક માસુમ બાળકીને પોતાનો જીવ ખોવો પડ્યો છે. જો વાત આ દુઃખદ બનાવ અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે. ,મળતી માહિતી અનુસાર આ બનાવ મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લના બોરદેહી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં એક બાળકી ઉપર દિવાલ પડી જતા તેનું મૃત્યુ થયું હતું.

જો વાત આ બાળકી અંગે કરીએ તો તેનું નામ પ્રતિભા સાહુ છે. અને તેની ઉમર 12 વર્ષની છે. જણાવી દઈએ કે પ્રતિભા 7માં ધોરણમાં અભ્યાસ કરે છે તેના પિતાનું નામ સુમેર સાહૂ છે. જો વાત આ અકસ્માત અંગે કરીએ તો આ દિવસે પ્રતિભા પોતાની શાળાએ જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેની સામે એક ટ્રેક્ટર આવ્યું આ ઉપરાંત રસ્તામાં ગંદુ પાણી પણ ભરાયેલ હતું તેથી આ ગંદુ પાણી પોતાના ઉપર ઉડે નહિ તેમાટે પ્રતિભા રસ્તાની પાસે આવેલી એક દિવાલ પાસે ઉભી રહી.

પરંતુ આ દીવાલ ઘણીજ નબળી હતી પરિણામે ટ્રકટર ના કંપન ને કારણે દીવાલ નીચે ઉભેલી પ્રતિભા પર પડી અને તેનું અવસાન થયું. જો કે સ્થાનિક લોકોની માનીએ તો તેમણે જણાવ્યું કે અહીં પાણી ભરાવવાની સમસ્યા રહે છે જેના કારણે તેમણે ઘણી વખત ગ્રામપંચાયત માં તેના નિરાકરણ અંગે માંગણી કરી હતી પરંતુ ગ્રામ પંચાયત ની બેદરકારીના કારણે અહીં કોઈ પણ કામ કરવામાં આવ્યું નહિ જેના કારણે આ અકસ્માત સર્જાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *