જૂનગાઢ નાના એવા ગામ ના પરીવારે એવો વ્યવસાય ચાલુ કર્યો કે કરોડપતિ બની ગયા !
મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે હાલનો સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજી નો સમય છે હાલ લોકો સારું એવું શિક્ષણ મેળવી સારી નોકરી ની રાહમાં હોય છે વળી વાત કરીએ ગામડા માં રહેતા લોકો ની તો તે સારું ભણતર મેળવવા અને સારી નોકરી અર્થે ગામ છોડી શહેર તરફ પ્ર્યાણ કરે છે.
હાલના સમય માં એવા લોકો નું પ્રમાણ ઘણું વધુ છે જે ગામ છોડી શહેરમા કાયમ વસવાટ માટે આવી જાય છે. પરંતુ આપડે અહીં એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જેમણે ગામ તો ના છોડિયુ પરંતુ ગામ માં રહીને કરોડપતિ બની ગયાં આ વાત તે પરીવાર વિશે છે.
આ પરિવાર જૂનાગઢ જિલ્લામા ના જામકા ગામમાં રહે છે પરિવાર કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહે છે અને જીવન વિતાવે છે આ પરિવાર માં પરસોત્તમભાઈ સિદપરા પત્ની સુશિલાબેન પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે રહે છે.
આ પરિવાર ના બંને પુત્રોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું તથા તેમના પત્ની મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રધ્ધાએ BBA કર્યું છે નાના પુત્ર કિશનની પત્નીએ બીકોમ કર્યું છે. આ તમામ લોકો સાથે મળીને પશુ પાલન ના કાર્ય કરે છે અને ઘણું જ કમાય છે.
તેઓ ખેતી અને પશુપાલન જેવા કાર્યો કરી ને લાખો રૂપિયાનો વ્યાપાર કરે છે બે ગાયો થી શરૂ કરેલ આ વ્યપાર આજે તેમની પાસે 105 ગાયો છે જે રોજ 250 લિટર દુધ આપે છે જેમાંથી તેઓ અનેક વસ્તુઓ જેમકે માખણ ઘી પેંડા જેવી પ્રોડક્ટ બનાવે છે તેની આ પ્રોડક્ટની માંગ વિદેશમાં પણ છે. તેઓ અનાજ અને અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ્સ બનાવી વેચાણ કરે છે.આમ વેપાર દ્વારા નાણાં કમાઈ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.