Entertainment

જયારે કરીના કપૂર બીમાર હતી ત્યારે સૈફ અલી ખાન જ તેના સંતાનોની સંભાળ રાખતા હતા, આ વાતનો ખુલાસો કરીનાએ કર્યો

Spread the love

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી કરીના કપૂરને કોણ નહી ઓળખતું હોય. કરીના કપૂરએ પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ખુબ ચર્ચામાં રેહતી હોય છે. કરીના કપૂરએ ૪૧ વર્ષની ઉમર ધરાવતી હોવા છતાં તે હજી પણ એટલી જ સુંદર લાગે છે જેટલી તે પેહલા હતી. એટલું જ નહી કરીના કપૂરએ બે દીકરાની માતા પણ છે. તેણે પોતાના કામ પ્રત્યેની મેહનત અને લગનને લીધે પોતનું નામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બનાવ્યું હતું.

જો કરીના કપૂરના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યાં હતા, ત્યારબાદ તેને બે બાળકો થયા હતા જેમાં મોટા દીકરાનું નામ તૈમુર અને નાના દીકરાનું નામ જહાંગીર રાખવામાં આવ્યું હતું. તૈમુરના નાના ભાઈના નામને લઈને સોશિયલ મીડિયા ખુબ વિવાદ ઉભો થયો હતો, કારણ કે સૈફ અલી ખાનએ તેના નાના દીકારનું નામ જહાંગીર રાખ્યું હતું.

એવામાં રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે કરીના કપૂરએ હાલ એક બીમારી થી પીડાઈ રહી છે આથી તેને હોસ્પિટલમાં જ આઇસોલેશનમાં રાખવામાં આવી છે. જેના લીધે કરીના કપૂરએ સૈફ અલી ખાન અને તેના બંને બાળકોને ખબૂ યાદ કરી રહી હતી, એટલું જ નહી કરીનાએ પોતાના બાળકોને લગતી એક પોસ્ટએ instagram પર શેર કરી હતી જેમાં તે જણાવે છે કે તે તેના બાળકોને ખુબ યાદ કરી રહી છે.

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કરીના કપૂરનો એક ઈન્ટરવ્યું ખુબ વાયરલ થઈ રહ્યું છે જેમાં તે તેના બાળકો વિશે વાત કરતા જણાવે છે કે સૈફએ તેના બંને બાળકો સાથે ખુબ સારી રીતે રહે છે અને તેને કોઈ વાતએ રોકટોક પણ કરતા નથી, એટલું જ નહી સૈફએ જયારે તૈમુર રમતો હોય છે ત્યારે તેને રોકતા નથી. કરીના કપૂરનું માનવું છે કે જો બાળકોને સારી આદત આપવી હોય તો બળકોને શિસ્તમાં રાખવા પડે છે અને શિસ્તમાં રાખવા માટે માતા-પિતાએ થોડું સખત થવું પડતું હોય છે.

એક ઈન્ટરવ્યું દરિમયાન કરીના કપૂર પોતાના અંગત જીવનને લગતા ઘણા બધા ખુલાસા કર્યાં જેમાં તે તેના બાળકો વિશે પણ વાત કરે છે. તેનું કેહવું છે કે સૈફએ પેરેન્ટિંગની બાબતમાં ઘણા બધા ઢીલા છે, કારણ કે સૈફને બાળકોને સમજાવું જોઈએ કે કયું કાર્ય કઈ રીતે કરવું પણ સૈફ એવું કરતા નથી તે તેના બાળકો સાથે આનંદ જ માણતા હોય છે. કરીનાનું કેહવું છે કે સૈફની લીધે જ અત્યાર તૈમુર તોફાની થયો છે. કરીનાએ તૈમુરના સ્વાસ્થ અને ખોરાક વિશે ખુબ ધ્યાન રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *