India

જાણો કેવી રીતે જનમ્યા હતા ભૈરવ તેમને કઈ જવાબદારી સોપી હતી ભગવાન શિવે..

Spread the love

માગશર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથી ૨૯ નવેમ્બર ૨૦૧૮, ગુરુવારે મહાકાલ ભૈરવ જયંતી માનવામાં આવે છે. આ દિવસે મહાકાલ ભૈરવનું પ્રાગટ્ય થયું હતું. પરંતુ શું તમે જાણો છો કે શિવાંશ મહાકાલ ભૈરવનો જન્મ કઈ રીતે થયો હતો? પૂરાણોની કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે વિવાદ છેડાઈ ગયો કે તેના માંથી શ્રેષ્ઠ કોણ છે. તે વિવાદ એટલો વધી ગયો કે બધા દેવતા ગભરાઈ ગયા. તેને ડર હતો કે બને વચ્ચે યુદ્ધના થઇ જાય અને પ્રલયના આવી જાય.

બધા દેવતા ગભરાઈને ભગવાન શિવ પાસે ગયા તેમને સમાધાન ગોતવાનું નિવેદન કર્યું. ત્યાર બાદ ભગવાન શિવે એક સભાનું આયોજન કર્યું જેમાં શિવે બધા જ્ઞાની ઋષિ-મુનિ, સિદ્ધ સંત અને સાથે ભગવાન વિષ્ણુ અને બ્રમ્હાને બોલાવ્યા. સભામાં નર્ણય લેવાયો કે બધા દેવતાઓ માં શ્રેષ્ઠ ભગવાન શિવ છે. આ નિર્ણય ને બધા દેવતાઓ સહીત ભગવાન વિષ્ણુ એ પણ સ્વીકાર્યો પણ બ્રમ્હાએ આ નિર્ણયને માનવાથી ના પાડી તે ભરી સભામાં ભગવાન શિવનું અપમાન કરવા લાગ્યા. ભગવાન શિવ આવી રીતે પોતાનું અપમાન સહનના કરી શક્યા અને તેણે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું.

ભગવાન શંકર પ્રલયના રૂપમાં નજર આવવા લાગ્યા અને તેનું રૌદ્ર રૂપ જોઈ ત્રણે લોક ભયભીત થઇ ગયા. ભગવાન શિવના આ રૌદ્રરૂપથી ભગવાન ભૈરવ પ્રગટ થયા તે કુતરા પર સવાર હતા, તેના હાથમાં એક દંડ હતો અને તે જ કારણથી ભગવાન શંકરને ‘દંડાધારી’ પણ કહેવાય છે. પુરાણો અનુસાર ભૈરવજીનું સ્વરૂપ અત્યંત ભયાનક હતું. દિવ્ય શક્તિ સંપન્ન ભૈરવે પોતાના ડાબા હાથની નાની આંગળીના નખથી શિવ પ્રતિ અપમાનજનક શબ્દ કહેવા વાળા બ્રમ્હાના પાંચમાં માથાને જ કાપી નાખ્યું. શિવના કહેવા પર ભૈરવ કાશી પહોચ્યા જ્યાં તેમને બ્રમ્હ હત્યાથી મુક્તિ મળી. રુદ્રએ તેને કાશીના ચોકીદાર નિયુક્ત કર્યા.

આજ પણ કાશીના ચોકીદારના રૂપમાં પૂજવામાં આવે છે. ભૈરવ અવતારનું વાહન કાળુ કુતરું છે. તેના અવતારને મહાકાલના નામથી પણ જાણવામાં આવે છે. ભૈરવ જયંતીને પાપનો દંડ મળવાનો દિવસ પણ માનવામાં આવે છે. પોતાના સ્વરૂપ થી ઉત્પન્ન ભૈરવને ભગવાન શિવે આશિષ આપ્યા કે આજથી તું પૃથ્વી પર ભરણ-પોષણની જવાબદારી નિભાવીશ. તારું કોઈ પણ રૂપ ધરા પર પૂજનીય થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *