જાણો જામફળ ખાવાના ફાયદા અને તે બાદ કઈ વસ્તુઓ ના ખાવી જોઈએ કે જેથી તેનો પૂરતો ફાયદો મેળવી શકાય…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે શારિરિક સ્વસ્થ કેટલું જરૂરી છે. તેમા પણ જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી લોકો પોતાના સ્વસ્થને લઈને ઘણી કાળજી રાખતા થયા છે. લોકો સ્વસ્થ સારું રાખવા માટે અનેક વસ્તુઓ ખાવાથી લઈને કસરત જેવી વસ્તુઓ પણ પોતાના રોજીંદા જીવન ના એક ભાગ તરીકે અપનાવી છે. મિત્રો આપણા જૂના શાસ્ત્રો માં અનેક એવી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવી છે કે જેના સેવનથી શરીર સ્વસ્થ થઈ શકે છે.
પરંતુ ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે વ્યક્તિ ગમ્મે તેટલી મહેનત કરે અને પોતાના સ્વસ્થને સારું રાખવા માટે જે અનેક કાર્ય કરે છતા પણ તેની તંદુરસ્તી રહેતી નથી. જે નું પાછળ તે વ્યક્તિ દ્વારા કરવામાં આવતી અમુક પ્રકારની ભૂલો છે. મિત્રો જ્યારે પણ પોસ્તિક ખોરાકો અંગે વાત આવે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ ફળો અંગે આવે છે. આપણે સૌ જાણીએ છિએ કે ફળોમા અનેક પ્રકારના ગુણો અને અનેક વિટામિન જોવા મળે છે. માટે શરીર ને સ્વસ્થ રાખવા માટે ફળનુ સેવન કરવું સારું ગણાય છે.
આજે આપણે અહીં એક એવા જ ફળ વિશે વાત કરવાની છે કે જેના સેવનથી શરીર તંદુરસ્ત રહે છે. આજે આપણે જામફળ અંગે વાત કરવાની છે. જણાવી દઈએ કે જામફળમા અનેક પોશાક તત્વો જેવા કે પ્રોટીન અને ફાઈબર ઉપરાંત વિટામીન A, વિટામીન સી સાથો સાથ વિટામીન E, વિટામીન । અને વિટામીન B6 ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ સાથે ઝીંક, કોપર વગેરે અનેક તત્વો હાજર છે.
આજે આપણે અહીં જાણશુ કે જામફળ ના સેવનથી શરીરને કેટલા ફાયદા થાય છે. અને તેના સેવન પછી કઈ વસ્તુઓ થી દુરી રાખવી માનવ સ્વાસ્થ માટે હિતાવહ છે. તે તમામ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવવાની છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિને અલગ અલગ વસ્તુઓ ખાવાનો શોખ હોઈ છે. પરંતુ આપણે અહીં જણાવશુ કે કઈ વસ્તુનુ સેવન જામફળ ના સેવન પછી ન કરવું જોઈએ. જણાવી દઈએ કે સ્વસ્થ સલાહકાર ના જણાવ્યા અનુસાર જામફળનું સેવન કર્યા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. જો આમ કરવામાં આવે તો વ્યક્તિને ગળા કે શરદી સંબંધિત સમસ્યા થઈ શકે છે.
આ ઉપરાંત જો તમે હાલમાં જ જામફળ ખાધું છે તો તેના પછી તરત દૂધનું સેવન ન કરવું જોઈએ. કારણ કે જામફળ પછી દૂધનું સેવન કરવાથી અથવા દૂધની બનાવટો જેવી કે પનીર અને દહીં ઉપરાંત ચીઝ, ઘી અને માખણ, છાશ જેવી અનેક વસ્તુઓ નું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે આવી વસ્તુઓ ખાવી હિતાવહ નથી.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમા માનવીએ અનેક પ્રકારની સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે તેવામાં પત્રી એક છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમા અનેક લોકો આ સમસ્યાથી પીડાઇ રહ્યા છે. તેવામાં આપને જણાવી દઈએ કે જામફળમાં પોટેશિયમ હોય છે. જેના કારણે જે લોકોને કિડનીને લગતી સમસ્યા હોય, તેમણે જામફળને પોતાના આહારમાં ઉમેરતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ ઉપરાંત જણાવી દઈએ કે જામફળને તમે ફ્રિજમાં રાખી શકો છો પરંતુ તેને અન્ય ફળો સાથે ન રાખો. નહિંતર તે બગડી શકે છે. જો અગાઉ જામફળને કાપી નાખ્યો હોય, અને તેને લાંબા સમય સુધી સાચવવુ હોય તો તેના પર લીંબુનો રસ છાંટવો. જો જામફળ ને વધુ દિવસો માટે રાખવા ના હોઈ તો જામફળના ટુકડાને છોલીને એર ટાઈટ જારમાં રાખો અને તેને ફ્રીઝમાં રાખો.