જો તમે પણ એક દિવસ માં વધુ વખત ચા અને અન્ય પીણાં પીવો છો તો સાવધાન ! નહીતો થશે આટલી સમસ્યા એક દિવસમાં માત્ર આટલી વખત જ પીવું જોઈએ કોઈ પણ…….
મિત્રો આપણે સૌ કોઈ ના કોઈ પીણાં પીવાના બંધાણી છીએ આપણા દિવસ ની શરૂઆત અનેક પ્રકારના અલગ અલગ પીણાંથી જ થાય છે. જો કે દિવસ ની શરૂઆત માં આવા પીણાં પીવાથી દિવસ સારો જતો હોઈ તેવું લોકો વિચારતા હોઈ છે. જયારે પણ કોઈ વ્યક્તિ પોતાના કામથી કંટાળી જાય કે કોઈની સાથે મુલાકાત કરે કે અન્ય કોઈ પણ કારણોસર તે અનેક પીણાં પીવાનું પસંદ કરતા હોઈ છે. જો કે અમુક લોકો આવા પીણાં જેવાકે ચા અને કોફીના બંધાણી હોઈ છે. તેમને દિવસ માં એક કે બે વખત જો આવા પીણાં ન મળે તો તેની માઠી અસર તેમના સ્વસ્થ પર પણ પડતી હોઈ છે.
જો કે શરીર ને સ્વસ્થ રાખવા માટે વધુ પ્રમાણમાં પીણાં ન પીવા જોઈએ જો વધુ પ્રમાણમાં પીણાંનું સેવન કરવામાં આવે તો તે માનવ સ્વાસ્થ્યને હાનિ પણ પહોંચાડી શકે છે. આજે આપણે આ લેખમાં જાણશું કે એક દિવસમાં વધુમાં વધુ કેટલું પીણું પીવું શરીર માટે ફાયદાકારક મનાય જયારે વધુ પડતા પીણાં પીવાથી શરીર ને ક્યાં પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડે. તો ચાલો આ બાબત અંગે વિજ્ઞાન શું કહે છે તે અંગે માહિતી મેળવીએ.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જીવન જીવવા માટે પ્રવાહી કેટલું જરૂરી છે. જો કે વધુ પડતા પ્રવાહીના કારણે પણ શરીરને નુકસાન પહોંચી શકે છે. આ માટે વિજ્ઞાન માં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં કેટલું પીણું પીવું શરીર માટે ફાયદા કારક છે. સ્વાસ્થ્યના જાણકાર ના જણાવ્યા અનુસાર એક દિવસ માં વ્યક્તિએ પોતાના શરીરના વજન ના પ્રમાણમાં 35 ml પ્રવાહી પીવું જોઈએ. એટલે કે જો કોઈ વ્યક્તિ નો શરીર નો વજન 55 કિલો હોઈ તો તેણે એક દિવસ માં વધુમાં વધુ 55*35 ml પ્રવાહી એટલે કે 1925 ml પ્રવાહી નું સેવન કરવું શરીર અને સ્વસ્થ માટે ફાયદા કારક છે.
જો વાત કોફી અંગે કરીએ તો એક દિવસમાં વધુમાં વધુ 2 થી 3 કપ કોફી પીવી શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો એક દિવસ માં તેના કરતા વધુ કોફી પીવામાં આવે તો તે લીવર માટે ઝેરી સાબિત થાય છે. માટે જ એક દિવસમાં વધુ પ્રમાણમાં કોફી પીવી હિતાવહ નથી. આ ઉપરાંત જો વાત ચા અંગે કરીએ તો કોઈ પણ પ્રકારની ચા એટલે કે દૂધ વાળી સાદી ચા કે ગ્રીન ટી અથવા તો બલ્કે ટી વગેરેનું વધુ પડતું સેવન લીવર માટે હાનિકારક સાબિત થાય છે.
જણાવી દઈએ કે એક દિવસમાં ચાના કારણે 70 કેલેરી વયરાય છે જેમાં 1 કપ ના કારણે 350 થી 400 કેલેરી મેળવી શકાય છે. આ કેલેરી પ્રમાણમાં વધુ માનવામાં આવે છે. આ ઉપરાંત જો વાત જ્યુસ અંગે કરીએ તો લોકોના કહેવા મુજબ ફળ અને શાકભાજી ના જ્યુસ નું સેવન એ સ્વસ્થ માટે સારું માનવામાં આવે છે પરંતુ તે સાચું નથી, જો વાત શાકભાજી ના જ્યુસ અંગે કરીએ તો એક દિવસમાં તેનો 1 ગ્લાસ જ સેવન કરવું જોઈએ આ ઉપરાંત જો વાત ફળના જ્યુસ અંગે કરીએ તો ફળમાં વધુ પ્રમાણમાં મીઠાસ હોઈ છે. જેના કારણે તેનું જ્યુસ બનાવવા કરતા એકલા ફળનું સેવન કરવું વધુ ફાયદા કારક માનવામાં આવે છે. જો વાત આવા જ્યુસ ના વધુ પડતા સેવનથી થતા ગેરફાયદા અંગે વાત કરીએ તો તેના કારણે પેટ ફૂલવાનો ઉપરાંત એસીડીટીની સમસ્યા પણ જોવા મળે છે.